Homeગુર્જર નગરીધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ઈકો-ટ્રક વચ્ચે અકસ્માત, ત્રણના મોત, પતરા ચીરી મૃતદેહ કઢાયા

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ઈકો-ટ્રક વચ્ચે અકસ્માત, ત્રણના મોત, પતરા ચીરી મૃતદેહ કઢાયા

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના હરીપર બ્રિજ નજીક હાઈવે પર ઈકો કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ. મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સમયે કારમાં સાત લોકો સવાર હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.

મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદ લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ધ્રાંગધ્રા જઇ રહ્યો હતો, ત્યારે મોડી રાત્રે ધાંગધ્રા તાલુકાના હરીપર બ્રિજ પાસે હાઈવે પર ઈકો કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત સમયે કારમાં સાત લોકો સવાર હતા, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મૃતકોના નામ
પ્રફુલાબેન ગિરીશભાઈ મારુ (ઉ.વ 56)
વિશાલભાઇ કમલેશભાઈ મારુ (ઉ.વ. 24)
કિશોરભાઈ મોહનભાઈ ડાભી (ઉ.વ. 65)

ઈજાગ્રસ્તોના નામ
ચેતનાબેન કમલેશભાઈ મારુ (ઉ.વ. 40)
ભાવિનભાઈ ગીરીશભાઈ મારુ (ઉ.વ. 28)
કૌશલભાઈ ભાવિનભાઈ મારુ (ઉ.વ. 9)
કમલેશભાઈ ખીમજીભાઇ મારુ (ઉ.વ. 55)

car accident (4)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments