Homeગામનાં ચોરેદલિત સગીરા સાથે 2 મહિના સુધી બર્બરતા? સામુહિક દુષ્કર્મ, ગૌમાંસ ખવડાવ્યું? હાથમાં...

દલિત સગીરા સાથે 2 મહિના સુધી બર્બરતા? સામુહિક દુષ્કર્મ, ગૌમાંસ ખવડાવ્યું? હાથમાં એસિડ નાખી ‘ઓમ’નું ટેટું હટાવ્યું !

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક દલિત સગીરા પર ગેંગરેપ અને બર્બરતાનો કિસ્સો સામે આવ્યો છે. દાવો છે કે, ચાર આરોપીઓએ 14 વર્ષની સગીરાનું અપહરણ કર્યું અને બે મહિના સુધી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં સગીરાના હાથ પર એસિડ રેડી તેના હાથ પરથી ઓમનું નિશાન હટાવ્યું અને ગૌમાંસ ખવડાવ્યું.

મળતી માહિતી મુજબ, પીડિતાની કાકીએ આ બાબતે ભગતપુર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાંથી સલમાન નામના મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો છે જ્યારે અન્યની શોધખોળ ચાલું છે. પોલીસે ચારેય વિરુદ્ધ કલમ ૧૩૭(૨), ૭૦(૧), ૧૨૩, ૧૨૭(૪), ૨૯૯, ૩૫૧(૩), ૧૨૪(૧), પોક્સો એક્ટની કલમ ૫ અને ૬ અને એસસી/એસટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

પીડિતાની કાકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની ભાભીની 14 વર્ષની પુત્રી 2 જાન્યુઆરી, 2025ના રોજ કપડાં સીવડાવવા બજારમાં જઈ રહી હતી. રસ્તામાં ગામના કેટલાક યુવાનો, જેમનું નામ સલમાન, ઝુબૈર, રાશિદ અને આરિફ છે, તેઓ બળજબરીથી સગીરાને કારમાં ખેંચી ગયા. આ પછી, તેને નશીલા પદાર્થની ગંધ આપીને બેભાન કરી. જ્યારે સગીરા ભાનમાં આવી ત્યારે તે એક રૂમમાં હતી અને તેના શરીર પર કોઈ કપડાં નહોતા. આરોપીઓએ બે મહિના સુધી એક જ રૂમમાં તેને રાખી અને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું.

પીડિતાની કાકીનો દાવો છે કે, સગીરા ગુમ થયા પછી તેની ઘણી શોધખોળ કરી, ૩ જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનમાં સગીરા ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી. પરંતુ સગીરા અંગે કોઈ માહિતી ન મળી. 2 માર્ચે ખૂબ જ ખરાબ હાલતમાં તે ઘરે પરત ફરી અને પરિવારને પોતાની પર વિતેલા અત્યાર અંગે જણાવ્યું.

તેમણે વધુમાં જણાવ્યું કે ઘરે પહોંચ્યા પછી પુત્રીએ જણાવ્યું કે આરોપીએ તેને બે મહિના સુધી ત્રાસ આપ્યો. જ્યારે પણ તે ભાનમાં આવતી અને જમવાનું માંગતી, ત્યારે આરોપી તેને ગૌમાંસ ખાવા માટે આપતા. પીડિતા ના પાડતી તો તેને બળજબરીથી માંસ ખવડાવતા.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પીડિતાના હાથ પર ‘ઓમ’નું ટેટૂ હતું. આરોપીએ તેના પર એસિડ નાખી કાઢી નાખ્યું. આરોપીઓએ તેના ચહેરા પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. છેલ્લા બે મહિનાથી પીડિતાને સતત ત્રાસ આપ્યા બાદ, આરોપીઓએ તેને ભોજપુર મુકી આવ્યા અને ધમકી આપી કે જો તે ઘરે કોઈને કહેશે તો તેઓ તેનું અને તેની કાકીનું અપહરણ કરી લેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments