Homeદે ઘુમા કેIND vs AUS: મેચ જોઈ હવે રિલ્સ જુઓ, સોશિયલ મીડિયા યુઝર્સે લીધી...

IND vs AUS: મેચ જોઈ હવે રિલ્સ જુઓ, સોશિયલ મીડિયા યુઝર્સે લીધી ઓસ્ટ્રેલિયન ટીમની મજા, આ ખેલાડીએ જીત્યું દિલ

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં કાંગારુઓને ધોબી પછાડ આપી. ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવી 19 નવેમ્બર 2023નો બદલો લઈ જ લીધો. નોકઆઉટ મેચમાં હરાવી ઓસ્ટ્રેલિયાને દુબઈથી સિડનીની ટિકિટ અપાવી ભારતીય ટીમે ફાઈનલ મેચની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મેચ શરૂ થતા પહેલા કેટલીક રિલ્સ વાયરલ થઈ હતી. સોશિયલ મીડિયા પર ટ્રેવિસ હેડનું નામ ટ્રેન્ડ કરી રહ્યું હતું. જો કે, મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ, કોહલી, હાર્દિક, ગીલ અને વરૂણ ચક્રવર્તી છવાયેલા રહ્યા. ત્યારે જુઓ એ રિલ્સ જે હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. લોકોએ અલગ અલગ રિલ્સ બનાવી ઓસ્ટ્રેલિયન ટીમની મજા લીધી છે. જો કે, સૌથી છેલ્લે હાર્દિક પાંડ્યાની એક એવી રિલ છે જેણે કરોડો ભારતીયોનું દિલ જીતી લીધું છે.

સેમિફાઈનલમાં ચેઝ માસ્ટર વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. તેણે 84 રનની ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ રમી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઈનલમાં કોહલીએ રન ચેઝમાં 3 મોટી પાર્ટનરશીપ પણ કરી હતી. તેણે શ્રેયસ અય્યર સાથે 91 રનની, અક્ષર પટેલ સાથે 44 રન અને કેએલ રાહુલ સાથે 47 રન રન બનાવ્યા. આ પાર્ટનરશિપે રન ચેઝને સરળ બનાવ્યો. અંતે, હાર્દિક પંડ્યાએ ઝડપી 28 રન બનાવ્યા અને કેએલ રાહુલે છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી. રાહુલ 42 રન બનાવીને અણનમ પરત ફર્યો.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે 73 અને એલેક્સ કેરીએ 61 રન બનાવ્યા. ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરી દીધું હતું. મોહમ્મદ શમીએ 3 વિકેટ, રવીન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.

IND vs AUS Semifinal match

તાજેેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments