Homeગુર્જર નગરીઅમરેલી: રમતા રમતા કારનો દરવાજો થઈ ગયો લોક, એક પરિવારના 4 માસૂમના...

અમરેલી: રમતા રમતા કારનો દરવાજો થઈ ગયો લોક, એક પરિવારના 4 માસૂમના મોત

Team Chabuk-Gujarat Desk: અમરેલીમાં ફરી એકવાર માતા પિતાની આંખો ખોલનારો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. તાલુકાના રાંઢિયા ગામે વાડી વિસ્તારમાં કારમાં રમી રહેલા એક જ પરિવારના 4 બાળકોનું કારની અંદર ગૂંગળાય જતાં મોત થયું છે. 4 બાળકોમાં 2 દીકરી અને 2 દીકરાનો સમાવેશ છે. દુર્ઘટનાના પગલે સમગ્ર પંથકમાં એરરાટી વ્યાપી જવા પામી છે. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર 2 નવેમ્બરના રોજ એટલે બેસતા વર્ષના દિવસ અમરેલીના પરિવારના માટે કાળ બનીને આવ્યો હતો. અમરેલી તાલુકાના રાંઢિયા ગામ નજીક વાડી વિસ્તારમાં કારમાં 4 બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન કારનો દરવાજો લોક થઇ જતાં એક જ પરિવારના 4 બાળકોના ગુંગળામણના લીધે મોતને ભેટ્યા હતા. દાવો છે કે, દુર્ઘઠના બની તે સમયે માતા પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા.

પ્રાથમિક વિગતો મુજબ આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. આ દુર્ઘટનામાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ડીવાયએએપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે અમરેલી તાલુકાના રાંઢિયા ગામે ભરતભાઇ માંડાણીના ખેતરમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના સોબિયાભાઇ મછારને સાત બાળકો છે. ગત બે તારીખ અને શનિવારના રોજ સોબિયાભાઇ અને તેમનાં પત્ની ખેતમજૂરી કરતાં હતાં, જ્યારે તેમનાં બાળકો ઘરે હતાં. એ દરમિયાન વાડી માલિકની આઇ-20 કારને ચાવીથી ખોલીને તેમનાં ચાર બાળકો રમવા ગયાં હતાં. આ દરમિયાન કાર લોક થઇ ગઇ હતી. સાંજે તેમનાં માતા-પિતા ખેતમજૂરી કરીને ઘરે આવ્યાં ત્યારે તેમની સાત વર્ષ અને ચાર વર્ષની બે દીકરી જેમનાં નામ સુનિતા અને સાવિત્રી છે, જ્યારે બે વર્ષ અને પાંચ વર્ષના કાર્તિક અને વિષ્ણુ નામના બે પુત્ર, આમ ચારેય બાળકોનાં કારમાં ગૂંગળામણને કારણે મોત થયાં હોવાની જાણ થઇ હતી.

Amreli car locked

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments