Homeવિશેષબેંક ઓફ બરોડામાં 592 ખાલી જગ્યાઓ પર થશે ભરતી, આ રીતે કરો...

બેંક ઓફ બરોડામાં 592 ખાલી જગ્યાઓ પર થશે ભરતી, આ રીતે કરો અરજી

Team Chabuk-Special Desk: બેંક ઓફ બરોડાએ ફાઈનાન્સ, MSME બેંકિંગ, ડિજિટલ જેવા વિવિધ બેંકિંગ ક્ષેત્રો માટે 592 પોસ્ટ માટે અરજીઓ મંગાવાઈ છે. આ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નોટિફિકેશન અનુસાર, રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે બેંકની સત્તાવાર વેબસાઈટ, bankofbaroda.in પર જઈ careers પર જઈ 19 નવેમ્બર 2024 સુધી અરજી કરી શકે છે.

આ ભરતી અભિયાનથી ફાઈનાન્સમાં 1, MSME બેંકિંગમાં 140, ડિજિટલ ગ્રૂપમાં 139, રિસીવેબલ મેનેજમેન્ટમાં 202, ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં 31 અને કોર્પોરેટ અને સંસ્થાકીય લોનમાં 79 જગ્યાઓ ભરવામાં આવશે.

બિઝનેસ ફાઈનાન્સ મેનેજરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે CA અથવા MBA ડિગ્રી હોવી આવશ્યક છે. જ્યારે MSME રિલેશનશિપ મેનેજરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ સ્ટ્રીમમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારની ઉંમર 22 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અન્ય પોસ્ટ માટે પાત્રતા સંબંધિત માહિતી માટે, ઉમેદવારો બેંક દ્વારા જારી કરાયેલ સત્તાવાર નોટિફિકેશન ચેક કરી શકે છે.

આ રીતે અરજી કરો

બેંકની સત્તાવાર વેબસાઈટ bankofbaroda.in પર જાઓ.
હોમ પેજ પર આપેલ કરિયર ટેબ પર ક્લિક કરો.
હવે અહીં નોટિફિકેશન વાંચો અને અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો.
તમારી વિગતો દાખલ કરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.

અરજી ફી

જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 600 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ 100 રૂપિયા ચૂકવવા પડશે.

પસંદગી કેવી રીતે થશે?

આ તમામ જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

bob

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments