Homeગામનાં ચોરેપૃથ્વી શો સાથે ઝપાઝપી કરવા બદલ ધરપકડ થઈ તે સપના ગિલ કોણ...

પૃથ્વી શો સાથે ઝપાઝપી કરવા બદલ ધરપકડ થઈ તે સપના ગિલ કોણ છે ?

Team Chabuk-National Desk: ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન પૃથ્વી શો અને તેના મિત્રો પર થયેલા હુમલામાં હવે પોલીસ એક્શનમાં આવી છે અને સોશિયલ મીડિયા ઈન્ફલ્યુએન્જર સપના ગિલ (sapna gill) નામની યુવતીની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે, ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ પછી પોલીસે એક્શન લેતા સપના ગિલની ધરપકડ કરી લીધી છે. પૃથ્વી શોની સાથે સેલ્ફી લેવાની વાતને લઇને વિવાદ એટલો વધી ગયો હતો કે, મામલો ઝપાઝપી પર આવી ગયો હતો. આરોપ છે કે, સપના ગિલ અને તેના સાથીઓએ પૃથ્વી શો પર હુમલો કર્યો હતો.

શું હતો સમગ્ર મામલો ?

મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ભારતીય ટીમના ક્રિકેટર પૃથ્વી શો સાથે સેલ્ફી લેવાને લઈને હંગામો થયો હતો. આરોપીઓ સપના ગિલ અને શોબિત ઠાકુરે પૃથ્વી શોને સેલ્ફી માટે વિનંતી કરી હતી અને એક વખત સેલ્ફી લીધા બાદ આરોપીએ ફરીથી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને પૃથ્વી શોએ ના પાડી હતી. બાદમા વિવાદ વધતા હોટલના મેનેજરે બંન્ને આરોપીઓને હોટલની બહાર કાઢી મૂક્યા હતા. આ કારણે ગુસ્સે થયેલા આરોપીઓએ કારનો પીછો કર્યો હતો અને બેઝ બોલ બેટથી વાહનના કાચ તોડી નાખ્યા હતા. હુમલો થયો ત્યારે પૃથ્વી શોનો મિત્ર તે કારમાં હાજર હતો.

આ કેસમાં ફરિયાદી એક બિઝનેસમેન છે અને ક્રિકેટર પૃથ્વી શોનો મિત્ર પણ છે. આરોપીઓએ પૃથ્વીના મિત્રને ધમકી આપી હતી કે જો મામલો દબાવવો હોય તો 50 હજાર રૂપિયા આપી દે, નહીંતર તેને ખોટા કેસમાં ફસાવી દેશે. આ અકસ્માત બાદ પૃથ્વીનો મિત્ર તૂટેલી કારના કાચ લઈને ઓશિવરા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેની ફરિયાદના આધારે પોલીસે સના ગિલ અને શોબિત ઠાકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કલમ 384,143, 148,149, 427,504 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે.

કોણ છે સપના ગિલ ?

સપના ગિલની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.2 લાખ ફોલોઅર્સ છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા લોકો સાથે વીડિયો બનાવ્યા છે. તે રવિ કિશન અને દિનેશ લાલ યાદવ સાથે કાશી અમરનાથ, નિરહુઆ ચાલલ લંડન, મેરા વતનમાં જોવા મળી છે. સપના ગિલ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ શેર કરતી રહે છે, સાથે જ તે તેના મોડલિંગની તસવીરો પણ શેર કરતી રહે છે. સપના ગિલ ચંદીગઢથી આવે છે પરંતુ હાલમાં મુંબઈમાં રહે છે. સપના ગિલ ઇન્સ્ટાગ્રામ, જોશ એપ, યુટ્યુબ, સ્નેપચેટ પર પણ એક્ટિવ છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments