Homeગુર્જર નગરીગુજરાત પર વધુ એક આફત, અનેક શહેરો મ્યુકોરમાઈકોસિસ બીમારીના ભરડામાં

ગુજરાત પર વધુ એક આફત, અનેક શહેરો મ્યુકોરમાઈકોસિસ બીમારીના ભરડામાં

Team Chabuk-Gujarat Desk: એક તરફ રાજ્યમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે હવે કોરોનાની આ આફતની વચ્ચે રાજ્યમાં બીજી મુસીબત ઉભી થઈ છે. ગુજરાતના માથે મ્યુકોરમાઈકોસિસ નામની બીમારી મંડરાઈ રહી છે. આ બીમારીથી ડર એટલા માટે પેદા થયો છે કેમકે કોરોના કરતાં પણ આ મ્યુકોરમાઈકોસિસ વધુ ઘાતક હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે. મ્યુકોરમાઈકોસિસ ગુજરાતમાં ધીમે ધીમે પ્રસરી રહ્યો હોવાથી તબીબ જગતમાં પણ ચિંતા ફેલાઈ છે.

રાજકોટમાં ઉભો કરાયો અલગ વોર્ડ

એક તરફ રાજકોટમાં કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. ઓપીડી કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના કારણે ચિંતામાં વધારો થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને સારવાર આપવા માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા સાથેનો આ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોનામાંથી રિકવર થયેલા 250 દર્દીઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આ બીમારી જોવા મળી રહી છે. જેથી તંત્રએ તકેદારીના પગલાં ભરવાના શરૂ કર્યા છે.

સુરતમાં 200 જેટલા કેસ નોંધાયા

સુરતમાં પણ કોરોના ધીમે ધીમે હળવો પડી રહ્યો છે. પરંતુ મ્યુકોરમાઈકોસિસ બીમારી વધતાં ફરી મુસીબત ઉભી થઈ રહી છે. સુરતમાં કોરોનામાંથી સાજા થયેલા આશરે 200 જેટલા લોકોમાં મ્યુકોરમાઈકોસિસ બીમારી જોવા મળી હોવાનું સામે આવ્યું છે. એક ખાનગી હોસ્પિટલમાં આ બીમારીની ઝપેટમાં આવેલા 40થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે 60 જેટલા દર્દીઓ વેઇટિંગમાં છે.

વડોદરામાં 100 કેસ નોંધાયા

વડોદરા શહેરમાં પણ છેલ્લા 50 દિવસની અંદર મ્યુકોરમાઈકોસિસના 100 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે આ બીમારીના કારણે 20 દર્દીઓ મોતને ભેટ્યા છે. વડોદરામાં પણ કોરોનામાંથી સાજા થયેલા મ્યુકોરમાઈકોસિસની બીમારી જોવા મળતાં આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે.

મોરબીમાં પણ આ બીમારીએ કહેર મચાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મોરબીમાં હાલ 300 જેટલા મ્યુકોકમાઈકોસિસના દર્દીઓ છે જેઓની સારવાર અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં ચાલી રહી છે.

મ્યુકોરમાઈકોસિસના લક્ષણો

કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં આ બીમારી જોવા મળે છે. મ્યુકોરમાઈકોસિસના લક્ષણોની વાત કરીએ તો શરદી થાય છે, થોડા સમય પછી નાક બંધ થઈ જાય છે. રસી પડે છે તેમજ અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થવા લાગે છે. આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે. જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને આંખ વચ્ચે રહેલું એક નાના હાકડાંને પણ કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચે રહેલું હાડકું પણ ખવાઈ જાય છે. આ બીમારીની સીધી અસર આંખ અને મગજ પર થાય છે. સિટી સ્કેનની મદદથી આ બીમારી અંગેની જાણકારી મેળવી શકાય છે.

આ બીમારીના કારણે ઘણા દર્દીઓને આંખે દેખાવાનું બંધ થઈ ગયાનું પણ સામે આવ્યું છે. ઘણા દર્દીઓને અંધાપો પણ આવી ગયો છે. આ બીમારીના કારણે મૃત્યુદર પણ ઘણો ઉંચો છે. સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ અને ડાયાબિટીસથી પીડિતા લોકોમાં મ્યુકોરમાઈકોસિસનું જોખમ વધુ છે. 40 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ કે જેઓને અગાઉથી ડાયાબિટીસ, કેન્સર, એચઆઈવી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડનીની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમના માટે આ રોગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે.

કેવી રીતે થાય છે સારવાર

મ્યુકોરમાઈકોસિસ બીમારીથી પીડિતા દર્દીઓની સારવાર પણ કઠિન છે. આ બીમારીની દોઢ મહિના સુધી સારવાર ચાલે છે. જેમાં દરરોજ 6 જેટલા ઇન્જેક્શન દર્દીને આપવામાં આવે છે. દરેક ઇન્જેક્શનની કિંમત 5 થી 7 હજાર રૂપિયા જેટલી છે. તેથી આ બીમારીની સારવાર લાંબી અને ખર્ચાળ સાબિત થઈ રહી છે. આ બીમારીથી બચવા માટે સ્વસ્છતા સૌથી જરૂરી છે. આ ઉપરાંત પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments