Team Chabuk-National Desk: કોરોના વાઇરસ દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. દિવસે દિવસે કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. ગુરુવારે ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. ગુરુવારે આવેલા કોરોનાના કેસ અત્યાર સુધીના ભારતના રેકોર્ડ બ્રેક કેસ છે. છેલ્લા 24 કલાકમાં 4,14,188 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે મોતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3915 લોકોના કોરોનાથી મોત થયા છે. તો 3,31,507 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે.
ત્રીજી વખત ભારતમાં કોરોનાના નવા દૈનિક કેસ 4 લાખથી વધુ નોંધાયા છે. બુધવારે પણ 4,12,618 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. તે પહેલા 30 એપ્રિલના રોજ કોરોનાનો આંકડો 4 લાખને પાર રહ્યો હતો.
India reports 4,14,188 new #COVID19 cases, 3,31,507 discharges, and 3,915 deaths in the last 24 hours, as per Union Health Ministry
— ANI (@ANI) May 7, 2021
Total cases: 2,14,91,598
Total recoveries: 1,76,12,351
Death toll: 2,34,083
Active cases: 36,45,164
Total vaccination: 16,49,73,058 pic.twitter.com/8sLmOnQqjz
સતત વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણની વચ્ચે ત્રીજી લહેરની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રીજી લહેરની સંભાવનાને પગલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તૈયારીઓને લઈને સવાલો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે ત્રીજી લહેરમાં જો બાળકો કોરોનાથી સંક્રમિત થાય છે તો તેમની સારવાર માટે સરકાર પાસે શું પ્લાન છે ? સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે જો બાળકો સંક્રમિત થશે તો શું માતા-પિતા હોસ્પિટલમાં રહેશે. સાથે જ સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે ગ્રેજ્યુએટ નવા નર્સ અને ડોક્ટરની ત્રીજી લહેરમાં મદદ લઈ શકાય ?
આ તરફ દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,194 કેસ સામે આવ્યા છે અને એક દિવસમાં 853 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 26,780 નવા કોરોનાના દર્દીઓ નોંધાયા છે. 28 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં યુપીમાં 353 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉત્તર પ્રદેશના નોઈડા, પશ્ચિમી યુપી, મુરાદાબાદ, ગાઝિયાબાદ અને મુજફ્ફરનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
ઉત્તરાખંડમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં 8517 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે 151 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. કેરળમાં પણ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. કેરળમાં એક દિવસમાં 42,464 કોરોનાન દર્દીઓ નોંધાતા સરકાર પણ દોડતી થઈ ગઈ છે. તમિલનાડુમાં પણ છેલ્લા 24 કલાકમાં 24,898 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 21,546 લોકોએ કોરોનાને હરાવ્યો છે અને 195 લોકોના મોત થયા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત