Homeગુર્જર નગરીઆવતીકાલે ગુજરાત સ્થાપના દિવસે પાટણમાં આધુનિક વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ, ડાયનોસોર ગેલેરી, હ્યુમન...

આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસે પાટણમાં આધુનિક વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ, ડાયનોસોર ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરી વગેરે વિભાગો બનશે આકર્ષણનું કેન્દ્ર

Team Chabuk-Gujarat Desk: ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી 01 મે ને રવિવારના રોજ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં પાટણ ખાતે થનાર છે. ગુજરાત ગૌરવ દિવસે પાટણને ગૌરવ મળે તે પ્રકારે સરકાર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવેલ છે. પાટણ જિલ્લામાં ગુજરાત સ્થાપના દિને અનેક વિધ વિકાસ કામોના ખાતમુર્હૂત અને લોકાર્પણ થનાર છે. જેમાં પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમારપુર ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ રિજીયોનાલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે  01 મે રવિવારના રોજ સવારે 10-00 કલાકે કરનાર છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (ગુજકોસ્ટ), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તૈયાર થયેલ વિજ્ઞાન કેન્દ્ર પાટણની ઓળખ બનનાર છે. પાટણ જિલ્લામાં આધુનિક સેવાઓથી સજ્જ આ વિજ્ઞાન કેન્દ્ર તૈયાર થવાથી પાટણ સહિત ઉત્તર ગુજરાતના વિજ્ઞાનમાં રસ ધરાવતા યુવાનોને ફાયદો થશે.

પ્રગતિની આગવી ઓળખ ધરાવતું ગુજરાત હવે વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે પણ અગ્રેસર થવા જઇ રહ્યુ છે. રાજયમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે સંશોધન, પ્રચાર અને પ્રસાર માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા પાટણ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટર સ્થાપવામાં આવી રહ્યું છે. તમામ આધુનિક સુવિધાઓ સાથે 10 એકર વિસ્તારમાં ફેલાયેલું આ સાયન્સ સેન્ટર પાટણ જિલ્લા તેમજ ઉત્તર ગુજરાત માટે આકર્ષણ કેન્દ્ર બની રહેશે.

Science-Centre-Chormarpura-Patan-1

જનસામાન્યમાં વૈજ્ઞાનિક અભિગમ ઉભો કરી વિજ્ઞાન પ્રત્યે લોકજાગૃતિ કેળવવા, વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા સમાજ વચ્ચે આદાન-પ્રદાનના માધ્યમ તરીકે ભાગ ભજવવા, લોક વિજ્ઞાન કેન્દ્રો, આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે સ્ત્રોત તરીકે સુવિધા પુરી પાડવા રિજિયોનલ સાયન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.

shreeji dhosa

પાટણ જિલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને આ રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં પાંચ ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. – ડાયનોસોર ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરી, નોબલ પ્રાઇઝ ગેલેરી–કેમેસ્ટ્રી, હાડ્રોપોનિક્સ ગેલેરી અને ઓપ્ટિક્સ ગેલેરી. અન્ય આકર્ષણોમાં સેન્ટ્રલ કોર્ટ યાર્ડ, સનડાયલ, સોલારવોકવે, કાફેટેરિયા, ઓડિટોરિયમ, 5-ડી થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી વગેરેનો સમાવેશ થાય છે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટર, પાટણ જિલ્લા તેમજ ઉત્તર ગુજરાત માટે આકર્ષણ કેન્દ્ર બની રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments