Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં ધોળા દિવસે અઢી કરોડની લૂંટનો બનાવ બન્યો છે. લૂંટની આ ઘટના શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં બની છે. જેમાં એક આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને અઢી કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. જો કે લૂંટ કરીને ભાગી રહેલા શખ્સને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરના ધમધમતા વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટનો આ બનાવ બન્યો હતો. મહેન્દ્ર સોમા પટેલ નામની આંગડિયા પેઢીનો કર્મચારી કાર લઈને વસ્ત્રાપુર વિસ્તારમાં હતો તે દરમિયાન કોઈ શખ્સે અઢી કરોડ રૂપિયા ભરેલો થેલો કારમાંથી લઈને ભાગ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે, એક એક્ટિવા પર બુકાનીધારી લૂંટારું આવે છે. આવીને રોડ પર કાર પાસે ઉભેલા આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાંની ભુક્કી નાખે છે અને કાર પાછળ જઈને કારનો દરવાજો ખોલી તેમાંથી રૂપિયા ભરેલો થેલો લઈને ભાગે છે. પરંતુ આ લૂંટારું જેવો એક્ટિવા પર બેસીને ભાગવા જાય છે ત્યારે આંગડિયા પેઢીનો કર્મચારી પાછળથી એક્ટિવા પકડી રાખે છે. આ દરમિયાન અન્ય લોકો પણ તેની પાછળ ભાગે છે. ભાગી રહેલા આ લૂંટારુંને આગળ ઉભેલી વસ્ત્રાપુર પોલીસ પકડી લે છે.
અમદાવાદઃ વસ્ત્રાપુરમાં અઢી કરોડની લૂંટનો પ્રયાસ#ahmedabad #loot pic.twitter.com/vAsn0h3wwv
— thechabuk (@thechabuk) July 26, 2021
બેંકના કામે આવ્યો હતો કર્મચારી
જાણવા મળેલી માહિતી પ્રમાણે સી.જી. રોડ પર આવેલી મહેન્દ્ર સોમાભાઈ આંગડિયા પેઢીનો કર્મચારી સુનિલ ચૌહાણ IDBI બેન્કમાં પૈસા ઉપાડીને નીકળી રહ્યો હતો. કર્મચારી પૈસા ગાડીમાં મૂકી અને ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે આંખમાં મરચું નાખીને રૂપિયા ભરેલી બેગ લૂંટવાનો પ્રયાસ લૂંટારુંએ કર્યો હતો. બેંક નજીક કર્મચારીએ રોડ પર કાર પાર્ક કરીને રાખી હતી. પરંતુ તે કારમાંથી ઉતરીને રોડ પર ઉભા રહી ફોન પર વાત કરતો હતો તે દરમિયાન લૂંટારુંએ આવીને કર્મચારી કંઈ સમજે તે પહેલાં જ તેની આંખમાં મરચાંની ભુક્કી નાખી હતી અને કારનો દરવાજો ખોલીને અઢી કરોડ રૂપિયા ભરેલો થેલો લઈને ભાગ્યો હતો. પરંતુ લૂંટારુંનો આ પ્લાન સફળ રહ્યો ન હતો અને ગણતરીની ઘડીમાં જ તે પકડાઈ ગયો હતો.
હાલ પોલીસે આ શખ્સને પકડીને આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે કે આ શખ્સે અગાઉથી રેકી કરીને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હોઈ શકે છે. આ લૂંટમાં અન્ય કોણ કોણ સામેલ છે સહિતની દિશામાં પોલીસે તપાસ આગળ વધારી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત