Team Chabuk-National Desk: સરહદીય વિવાદને લઈ સોમવારના રોજ અસમ અને મિઝોરમની બોર્ડર પર હિંસા ભડકી ઉઠી હતી. હિંસામાં છ પોલીસ જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મિઝોરમ તરફથી ઉપદ્રવિયો અને પોલીસ જવાનો દ્વારા કરવામાં આવેલ ગોલીબારીમાં અસમના કછારમાં છ પોલીસકર્મીઓની મોત થઈ ગઈ અને પચાસથી વધારે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ બંને રાજ્યોમાં તણાવ પેદા થઈ ગયો હતો. આ ઘટના બાદ અસમ અને મિઝોરમના મુખ્યમંત્રીઓની વચ્ચે ટ્વીટર પર યુદ્ધ છેડાઈ ગયું છે. અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં અસમ પોલીસ જવાનોની મોત બાદ ઉપદ્રવિયો અને જવાનોએ ઉજાણી કરી હતી.
After killing 5 Assam police personnel and injuring many , this is how Mizoram police and goons are celebrating.- sad and horrific pic.twitter.com/fBwvGIOQWr
— Himanta Biswa Sarma (@himantabiswa) July 26, 2021
બંને રાજ્યના મુખ્યમંત્રીઓએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને આ ઘટનામાં હસ્તક્ષેપ કરવાનું કહ્યું છે. મોડી રાતે શાહે બંને રાજ્યના મુખ્યમંત્રીઓની સાથે વાત કરી હતી અને તેમને વિવાદિત સીમા ક્ષેત્રમાં શાંતિ સુનિશ્ચિત કરવાની અને મૈત્રીપૂર્ણ વ્યવહારથી સમાધાનનો રસ્તો કાઢવાનું કહ્યું હતું. બંને મુખ્યમંત્રીઓએ તેમને આંતરિક સહમતિથી વિવાદનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.
આ પહેલા આસામના સીએમ હિંમત બિસ્વ સરમાએ ટ્વીટ કરી કહ્યું, મને એ વાત જણાવતા અત્યંત દુઃખ થઈ રહ્યું છે કે અસમ પોલીસના છ વીર જવાનોએ અસમ-મીઝોરમ સીમા પર અમારા રાજ્યની સંવિધાનિક સરહદની રક્ષા કરતા પોતાના પ્રાણોની આહુતિ આપી. શોક સંતપ્ત પરિવારોની સાથે મારી સંવેદના છે. જંગલમાં છુપાયેલા અસમ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મતભેદોનું સમાધાન કાઢવા માટે જ્યારે બંને પક્ષના અધિકારીઓ વાર્તાલાપ કરી રહ્યા હતા, ત્યારે સીમાપારથી ઉપદ્રવિયોએ અચાનક ગોલીબારની શરૂઆત કરી દીધી હતી.
તેમણે એ પણ જણાવ્યું કે, બેઠકમાં મિઝોરમના કોલાસિબના એસપી અને એએસપીનો પણ સમાવેશ થાય છે. જ્યારે અસમ પોલીસના આઈજી, ડીસી, એસપી પણ સામેલ હતા. તમામ લોકો સમસ્યાનું સમાધાન શોધવા માટે ચર્ચા કરી રહ્યા હતા. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, અમે અમારા લોકોને ત્યાં આવવાની પરવાનગી નહોતી આપી પણ મિઝ્રોરમ પક્ષ તરફથી વારંવાર પથરાવ થતો હતો. એટલું જ નહીં એ લોકોએ પહાડી પરથી અમારા પર ગોળીબાર કર્યો હતો. જેમાં કેટલા લોકો ઘાયલ થયા? તેનો આંકડો દર્શાવવો તો મુશ્કેલ છે પણ ઓછામાં ઓછા પચાસ લોકો ઘાયલ થયા.
July 26, 2021
— Himanta Biswa Sarma (@himantabiswa) July 26, 2021
Government of Assam’s Press Statement on Mizoram Issue. pic.twitter.com/DW04yLHjF1
સિલચર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પ્રિન્સિપલ બાબુલ બેજબરુઆએ જણાવ્યું હતું કે, ગોળીબારીમાં ઘાયલ 50 પોલીસકર્મીઓને ભરતી કરવામાં આવ્યા હતા. આ તમામ ગોળીઓ અને પથરાવથી જખ્મી છે. એક વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું હતું કે, કછારના એસપીની સ્થિતિ નાજુક છે. એક ગોળી તેમની જાંઘમાં લાગી ગઈ છે. સાથે જ પેટમાં પણ ઘા પડ્યો છે. તેમનું ઘણું લોહી વહી ચૂક્યું છે.
મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાએ પોલીસ અને નાગરિકો વચ્ચેની ઝડપનો એક વીડિયો ટ્વીટ કરતા પીએમઓ અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરી અનુરોધ કર્યો હતો કે આ સ્થિતિને ગંભીરતાથી લે અને આ સમગ્ર ઘટનામાં તુરંત કોઈ કાર્યવાહી કરવામાં આવે. સાથે જ હેશટેગની સાથે લખવામાં આવ્યું હતું કે, મિઝોરમ, અસમ સીમા પર તણાવ છે. જેના જવાબમાં સરમાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. કોલાસિબના એસપીએ કહ્યું હતું કે, જ્યાં સુધી અસમની પોલીસ પોતાની પોસ્ટ ખાલી નથી કરી દેતી ત્યાં સુધી એ બાજુના લોકો ન તો હિંસા રોકશે, ન તો કોઈની સાંભળશે. એવામાં સરકાર પોતાનું કામ કેવી રીતે કરી શકશે.
અસમના બરાક ઘાટીના જિલ્લા કછાર, કરીમગંજ અને હૈલાકાંડી અને સામે મિઝોરમના ત્રણ જિલ્લા આઈઝોલ, કોલાસિબ અને મમિતની 164 કિલોમીટર લાંબી સીમા જોડાયેલી છે. સરહદી વિવાદને લઈ વર્ષ 2020ના ફેબ્રુઆરી મહિનામાં બંને રાજ્યો વચ્ચે હાથાપાઈ થઈ હતી. બંને વચ્ચે વિવાદ ત્યારે ઉપડ્યો જ્યારે અસમ પોલીસે પોતાની જમીન પર કથિત રીતે અતિક્રમણ હટાવવા માટેની કામગીરી શરૂ કરી. 10 જુલાઈના રોજ જ્યારે અસમ સરકારની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી તો અજ્ઞાત લોકોએ આઈઈડીથી હુમલો કરી દીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત