Team Chabuk-Gujarat Desk: ગાંધીનગર PDEU ગર્લ્સ હોસ્ટેલની 20 વર્ષીય વિદ્યાર્થિનીએ બે દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. ત્યારે હાલ વિદ્યાર્થિનીના આપઘાત પહેલાંના CCTV ફૂટેજ સામે આવ્યાં છે.CCTVમાં જોઈ શકાય છે કે, પાયલ હોસ્પિટલની ગેલેરીમાં ચાલી રહી છે અને બાદમાં એક બાલ્કનીમાંથી કુદી જાય છે.
ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર – H/101 માં અન્ય વિધાર્થીઓ સાથે રહેતી પાયલ હોળી-ધુળેટીના તહેવારોમાં ઘરે ગઈ ન હતી. જ્યારે હોસ્ટેલની મોટાભાગની વિધાર્થીઓ તહેવાર કરવા ઘરે જતી રહી હતી. હોળીની રાત્રે પાયલે પિતાને ફોન કરીને રૂમમાં એકલી હોવાના કારણે ફાવતું નહીં હોવાની વાતચીત કરી હતી. વહેલી સવારે ફરીવાર ઘરે ફોન કર્યો હતો. એ વખતે તેની માતા સાથે આશરે છ મિનિટ સુધી વાતચીત કરી ટ્રેસ હોવાનું જણાવ્યું હતું. બાદમાં પાયલે હોસ્ટેલની ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી લીધી હતી. જેની લાશ હોસ્ટેલના બ્લોક નંબર-એચ અને આઈ વચ્ચે પડેલી જોવા મળી હતી.
જેનાં પગલે હોસ્ટેલ વોર્ડન સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકો પાયલને SMVS હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પાયલને મૃત જાહેર કરી હતી. બીજી તરફ પોલીસે તપાસ કરતાં વહેલી પરોઢિયે ચાર વાગ્યાના અરસામાં પાયલ હોસ્ટેલ પરિસરમાં આંટાફેરા કરતી જોવા મળી હતી. જેનાં રૂમની તલાશી લેતાં એક ચોપડામાં લખેલી નોટ પોલીસને મળી આવી છે. જેમાં પાયલ અંગ્રેજીમાં ઉલ્લેખ કર્યો છે કે, HOPE…HAPPY NEW YEAR.. “NO SUGA.NO LIFE. I want to be rock in Next life. Futures gonna be okay. સહિત આવતાં જન્મમાં પથ્થર બનવા માંગતી હોવાના પણ લખાણ લખી ડ્રોઇંગ પણ કરેલા છે.

વધુમાં પાયલ છેલ્લા એકાદ મહિનાથી પણ રજા પર હોવાનું પણ સામે આવી રહ્યું છે. તેમજ કોલેજ કેન્ટીનનું જમવાનું પણ પાયલને ભાવતું ન હતું. એટલે ઘણા વખતથી તે ઓનલાઇન ઓર્ડરથી ફૂડ મંગાવતી હતી. તેણીએ આપઘાત પહેલા માતા સાથે વાતચીત કરી હતી તેમજ તેની એક બહેનપણી જોડે પણ વાત કરી હતી. જે PDEU ની વિદ્યાર્થી નહીં હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ મોડીરાતે પાયલનાં માતા-પિતા ગાંધીનગર આવી પહોંચ્યા હતા. જેમની પૂછતાંછમાં તેમણે કોલેજ મેનેજમેન્ટ સામે આક્ષેપો કર્યા હતા. જેનાં કારણે પાયલ ડિપ્રેશનમાં રહેતી હોવાનું પણ કહ્યું હતું. પોલીસે પાયલનો મોબાઇલ એફએસએલ તપાસ અર્થે મોકલી આપ્યો છે. તેમજ છેલ્લે પાયલે જે બહેનપણી સાથે વાતચીત કરી હતી એનો સંપર્ક સાધવાની પણ તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ છત્રપતિ શિવાજી નગર નીરજ ગાવેરી નગરી, રો હાઉસ નંબર-11 ખાતે મકાન નંબર 166/પીમાં રહેતા અને એકાઉન્ટ-ટેક્ષ કન્સલ્ટિંગનું કામ કરતા ભગવાન ગુપ્તેનાં ચાર સંતાનો પૈકી મોટી દીકરી પાયલ પોણા બે વર્ષથી ગાંધીનગરની PDEU કૉલેજમાં બીટેકનો અભ્યાસ કરતી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત