Team Chabuk-Sports desk: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની એક રોમાંચક મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને ચાર રનથી હરાવ્યું. શનિવારે (23 માર્ચ) ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં, KKRએ SRHને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પીછો કરતા તેઓ સાત વિકેટે 204 રન જ બનાવી શક્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસને 29 બોલમાં 63 રન બનાવ્યા હતા. પરંતુ આ શાનદાર ઈનિંગ બાદ પણ ટીમ SRH જીતી શકી ન હતી. મેચમાં આન્દ્રે રસેલે KKR માટે બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. આન્દ્રે રસેલે 25 બોલમાં અણનમ 63 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે.
The Punch.ev Electric Striker of the Match between Kolkata Knight Riders & Sunrisers Hyderabad goes to Andre Russell. #TATAIPL | @Tataev | #PunchevElectricStriker | #BeyondEveryday | #KKRvSRH pic.twitter.com/EKUCwOlb0Q
— IndianPremierLeague (@IPL) March 23, 2024
આ ઇનિંગ દરમિયાન રસેલે તેની IPL કરિયરની બસો સિક્સર પૂરી કરી હતી. રસેલ આ સિદ્ધિ મેળવનારો નવમો ખેલાડી બન્યો છે. રસેલે સૌથી ઓછી આઈપીએલ ઈનિંગ્સમાં 200 સિક્સર ફટકારી છે. તેણે ક્રિસ ગેલ, મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા છે. રસેલે 9મી વખત IPL મેચમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા અને વિકેટ પણ લીધી.
IPLમાં કોના નામે 200 સિક્સર ?
357- ક્રિસ ગેલ (141 ઇનિંગ્સ)
257- રોહિત શર્મા (238 ઇનિંગ્સ)
251- એબી ડી વિલિયર્સ (170 ઇનિંગ્સ)
239- એમએસ ધોની (218 ઇનિંગ્સ)
235- વિરાટ કોહલી (230 ઇનિંગ્સ)
228- ડેવિડ વોર્નર (177 ઇનિંગ્સ)
223- પોલાર્ડ (171 ઇનિંગ્સ)
203- સુરેશ રૈના (200 ઇનિંગ્સ)
200- આન્દ્રે રસેલ (97 ઇનિંગ્સ)
હેનરિક ક્લાસને તેની ઇનિંગ્સમાં આઠ સિક્સર ફટકારી હતી. એટલું જ નહીં ક્લાસેન IPLની એક ઈનિંગમાં વગર ચોગ્ગાએ સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ક્લાસને આ ઇનિંગમાં એક પણ ચોગ્ગા વગર આઠ સિક્સર ફટકારી મારી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગમાં કુલ 15 સિક્સર ફટકારવામાં આવી હતી, જે આઈપીએલની કોઈપણ મેચમાં આ ટીમ માટે સૌથી વધુ છે.
Aa Bayam Chalu.. pic.twitter.com/jg1cQxtSU3
— చైతన్య???? (@pokirichaitanya) March 23, 2024

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત