Homeદે ઘુમા કેદિલ્હી કેપિટલ્સ સામે ધોનીની તોફાની ઈંનિંગ, મેચ હારવા છતા ચેન્નઈના ફેન્સ ખુશ...

દિલ્હી કેપિટલ્સ સામે ધોનીની તોફાની ઈંનિંગ, મેચ હારવા છતા ચેન્નઈના ફેન્સ ખુશ !

Team Chabuk-Sports Desk: સુપર સંડેની બીજી મેચ દિલ્હી કેપિટલ્સની ટક્કર ચેન્નઈ સુપર કિંગ્સ સામે થઈ. દિલ્હીની ટીમ પોતાના બીજા હોમ ગ્રાઉન્ડ વિશાખાપટ્ટનમમાં રમવા ઉતરી હતી. જેમાં દિલ્હીની ટીમનો 20 રને વિજય થયો. ઋષભ પંતની આગેવાનીમાં ટીમને બે હાર પછી પહેલી જીત મળતા ટીમનો કોન્ફીડન્સ વધ્યો છે. બીજી તરફ નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સને સતત બે જીત બાદ એક હારનો સામનો કરવો પડ્યો છે.

મેચમાં દિલ્હીએ 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ચેન્નઈ ટીમે 6 વિકેટ ખોઈને 171 રન જ બનાવી શકી હતી અને મેચ ખોઈ દીધી હતી. ટીમ માટે અંજિક્ય રહાણે સૌથી વધારે 45 અને ડેરેલ મિચેલે 34 રનની ઈનિંગ્સ રમી હતી. પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની આ સીઝનમાં પહેલી વાર બેટિંગ કરવા ઉતર્યો હતો પણ બહું મોડું થઈ ગયું હતું, તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.

મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ ટીમે આ સીઝનમાં પહેલી મેચ ખોઈ છે. આ અગાઉ બંને મેચ જીતી હતી. પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને હરાવ્યા અને પછી ગુજરાતની ટીમને હરાવી હતી.

પણ ચેન્નઈ જીતની હેટ્રિક લગાવી શકી નહીં. બીજી તરફ દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. દિલ્હી ટીમને પહેલી મેચમાં પંજાબ કિંગ્સે હરાવી અને બીજી મેચ રાજસ્થાન રોયલ્સે હરાવી હતી.

મેચમાં ટોસ જીતીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 5 વિકેટ ખોઈને 191 રન બનાવ્યા. ટીમ માટે ડેવિડ વોર્નરે 35 બોલમાં સૌથી વધારે 52 અને કપ્તાન ઋષભ પંતે 32 બોલ પર 51 રનની ઈનિંગ્સ રમી હતી. કાર એક્સિડેન્ટ બાદ ઋષભ પંતની આ પ્રથમ ફિફ્ટી છે.

ચેન્નઈ તરફથી અજિંક્ય રહાણેએ 30 બોલમાં 45 રન બનાવ્યા હતા જ્યારે એમએસ ધોનીએ 16 બોલમાં 37 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. દિલ્હી તરફથી મુકેશ કુમારે 3 વિકેટ લીધી હતી. ખલીલ અહેમદને પણ બે સફળતા મળી. છેલ્લી ઓવર ફેંકવા આવેલા એનરિક નોર્કિયાની ઓવરમાં એમએસ ધોનીએ ચાર બાઉન્ડરી ફટકારી હતી. જેમાં 2 સિક્સર અને 2 ફોરનો સમાવેશ થાય છે. આ ઓવરમાં 20 રન થયા હતા, પરંતુ ચેન્નઈ 20 રને મેચ હારી ગઈ હતી.

આ ઉપરાંત આ સીઝનમાં પોતાની પ્રથમ આઈપીએલ મેચ રમી રહેલા પૃથ્વી શોએ 43 રનની ઈનિંગ્સ રમી. બીજી તરફ ચેન્નઈ ટીમ માટે ફાસ્ટ બોલર મથીશા પથિરાનાએ 3 વિકેટ લીધી. રવીન્દ્ર જાડેજા અને મુસ્તાફિઝુર રહમાને 1-1 વિકેટ લીધી.

Dhoni (2)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments