Homeગુર્જર નગરીવડોદરામાં બની રહેલા સરદારધામ પ્રોજેક્ટ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની ફરિયાદ

વડોદરામાં બની રહેલા સરદારધામ પ્રોજેક્ટ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની ફરિયાદ

Team Chabuk-Gujarat Desk: વડોદરા નજીક નિર્માણ પામી રહેલા સમસ્ત પાટીદારના એકતાના ધામ એવા સરદારધામ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. વડોદરા (vadodara) નજીક બની રહેલા સરદારધામ પ્રોજેક્ટમાં (sardardham project) ઓર્ડર પ્રમાણે વજન કાંટો નહીં મોકલી અને ઓર્ડરની સાથે આપેલા રૂપિયા 4.11 લાખ પરત નહીં આપ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આણંદની કાનન વેઇંગ સિસ્ટમ કંપનીના માલિક સામે છેતરપિંડી (cheating) અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. હાલ આ મામલે તાલુકા પોલીસ ગુનો નોંધી તપાસ કરી રહી છે.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વાઘોડિયા રોડ પર આવેલા કેસર-27, ડુપ્લેક્ષ-18માં ચંદ્રકાંત રાવજીભાઈ પટેલ રહે છે. તેઓ વડોદરા નજીક અણખોલ ગામ પાસે નિર્માણ પામી રહેલા સરદારઘામ પ્રોજેક્ટના ઇન્ચાર્જ તરીકે નોકરી કરી રહ્યા છે. અણખોલ ગામ પાસે બની રહેલા સરદારઘામ પ્રોજેક્ટના બિલ્ડિંગ માટે વિવિધ સામગ્રી આવતી હોવાથી વજન કાંટાની જરૂરિયાત હતી. તેથી પ્રોજેક્ટ ઇન્ચાર્જ ચંદ્રકાંત પટેલે જીપીબીઓ (ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ)ના સભ્ય શંકરભાઈ પટેલના રેફરન્સથી આણંદ ખાતે આવેલી કાનન વેઇંગ સિસ્ટમ નામની કંપનીના માલિક ભરત જશભાઈ પટેલનો સંપર્ક સાધ્યો હતો. ચંદ્રકાંત પટેલે ભરત પટેલ પાસેથી વજન કાંટાના ભાવ મંગાવ્યા હતા અને ભાવના આધારે રૂપિયા 6,85,000ની કિંમતનો વજન કાંટો મોકલી આપવા માટે ઓર્ડર આપ્યો હતો.

વજન કાંટો ઓર્ડર કરતી વેળાએ કંપનીની પોલિસી પ્રમાણે 60 ટકા રૂપિયા એટલે કે 4,11,000 રૂપિયા આરટીજીએસ દ્વારા ચૂકવી આપ્યા હતા. બાકીની રકમ વજન કાંટો ફીટ થઈ ગયા બાદ આપવાનું નક્કી થયું હતું. ટર્મ અને કન્ડીશન પ્રમાણે 15 દિવસમાં કંપનીએ આ વજન કાંટો સરદારધામ ખાતે મોકલી આપવાનો હતો. પરંતુ કંપનીએ વજન કાંટો મોકલાવ્યો ન હતો. જેથી પ્રોજેક્ટ ઇન્ચાર્જ ચંદ્રકાંત પટેલ દ્વારા કંપનીને એડવાન્સ પેટે ચૂકવેલા 4,11,000 રૂપિયા પરત માગતા કંપનીના માલિક ભરત પટેલ દ્વારા બે અલગ અલગ તારીખના ચેક આપ્યા હતા. આ ચેક બેંકમાં ભરતા રિટર્ન થયા હતા.

આમ આણંદની કાનન વેઇંગ સિસ્ટમ નામની કંપનીએ આજ દિન સુધી સરદારધામને 4,11,000 રૂપિયા પરત આપ્યા નથી. જે અંગે સરદારધામ પ્રોજેક્ટના ઇન્ચાર્જ ચંદ્રકાંત પટેલ દ્વારા આણંદની કાનન વેઇંગ સિસ્ટમ કંપનીના માલિક ભરત પટેલ સામે તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ભરત પટેલ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ આગળ વધારી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments