Team Chabuk-Sports Desk: IPL 2021 કોરોનાની સ્થિતિ વચ્ચે જ્યાંથી અટકી હતી ત્યાંથી ફરી શરૂ થઈ રહી છે. 19 સપ્ટેમ્બર રવિવારના રોજથી ચૈન્નઈ અને મુંબઈ વચ્ચે આઈપીએલના બીજા લેગની શરૂઆત થશે. આ બંને ટીમોએ પોતાનો અંતિમ મેચ પણ આમને સામને જ રમ્યો હતો. જેના આગામી દિવસે જ કોરોનાના કારણે આઈપીએલ કેન્સલ થઈ ગઈ. અંતિમ બોલ પર મુંબઈ ઈન્ડિયન્સે ચૈન્નઈ સુપરકિંગ્સને પરાજય આપી મેચમાં શાનદાર પુનરાગમન કર્યું હતું. મેચમાં કેરોન પોલાર્ડે 34 બોલમાં 87 રનની ઈનિંગ રમી હતી. આ જીતની સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટોપ-4માં પહોંચી હતી.
હવે તમામ વસ્તુ બીજા લેગના પ્રદર્શન પર નિર્ભર કરે છે. પ્રથમ લેગ બાદ ચૈન્નઈની ટીમ પોંઈન્ટ ટેબલ પર બીજા નંબર પર છે. ચૈન્નઈની ટીમે સાત મેચમાંથી પાંચ મેચમાં જીત મેળવી છે. મુંબઈની ટીમ ચાર જીતની સાથે નંબર ચાર પર છે. UAEમાં આઈપીએલ પહોંચવાથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જોશનો સંચાર થઈ ગયો હશે, કારણ કે 2020માં મુંબઈએ UAEમાં જ ખિતાબ જીત્યો હતો. અને એક વખત ફરી કેપ્ટન રોહિત શર્મા ટીમને જીતના ટ્રેક પર લઈ જવા ઈચ્છે છે.
આઈપીએલ 2021માં કોઈને કોઈ ટીમમાં નાની મોટી ફેરબદલ તો રહી જ છે. જોકે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર યુએઈમાં પહોંચી છે. જે મુંબઈના ફાયદામાં માનવામાં આવે છે. ચૈન્નઈ સુપર કિંગ્સ માટે મુંબઈમાં રમવું એ પડકારજનક રહેશે. આ એ જ મેદાન છે જેણે ધોનીની ટીમને 2020ની આઈપીએલમાં સાતમાં પાયદાન પર રાખી દીધી હતી.
મુંબઈનું પલડું ચૈન્નઈ કરતાં ભારી છે. મુંબઈની ટીમે ચૈન્નઈની ટીમને 19 વખત હરાવી છે. જ્યારે ચૈન્નઈ મુંબઈની વિરૂદ્ધ બાર મેચ જીતી શકી છે. 2018માં ચૈન્નઈ ટીમ જ્યારે આઈપીએલમાં પાછી ફરી ત્યાર પછી બંને ટીમ નવ વખત મુકાબલો રમી ચૂકી છે, જેમાં મુંબઈએ સાત વખત બાજી મારી છે. ગત વર્ષે યુએઈમાં અબુધાબીના સ્ટેડિયમમાં ચૈન્નઈની ટીમ વિજય થઈ હતી. શારજહાનાં મેદાનમાં મુંબઈએ બાજી મારી હતી. આ વખતે દુબઈના ક્રિકેટ મેદાન પર મુકાબલો થશે. જ્યાં મુંબઈએ ત્રણ અને ચૈન્નઈએ છ મેચ જીત્યા છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ