Team Chabuk-Gujarat Desk: ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને કલેક્ટર અશોક શર્મા, ડી.ડી.ઓ. સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો મહાવેક્સિનેશન કાર્યક્રમ યોજાયો.
કોરોનાની વૈશ્વિક મહામારીના અંત માટે દરેક વ્યક્તિ વેક્સિનેશન કરાવે તે જરૂરી છે અને એ માટે તા.૨૧ જૂનથી સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન મહા અભિયાનનો પ્રારંભ થતા પોરબંદર જિલ્લામાં પણ આ મહાઅભિયાનનો પ્રારંભ જિલ્લા કક્ષાએ પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ સાથે જિલ્લાના ૨૫ સ્થળોએ વેક્સિનેશન ઉત્સવ કાર્યક્રમ યુવાઓને વેક્સિનેશન આપીને કરવામાં આવ્યો હતો.
પોરબંદર જિલ્લામાં ૧૮ વર્ષની ઉપરના તમામ વ્યક્તિઓનુ વેક્સિનેશન થાય તે માટે જિલ્લાની વહીવટી તંત્રની ટીમે આરોગ્ય વિભાગના સંકલન હેઠળ આયોજન કર્યું છે. ૨૧મી જૂને સવારે ૯ કલાકે ભાવસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી વી .કે .અડવાણી, અધિક કલેકટર રાજેશ તન્ના અને ઇન્ચાર્જ સિવિલ સર્જન ઠાકોર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધિકારીઓની ઉપસ્થિતિમાં વેક્સિનેશન અભિયાનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ સાથે જિલ્લાના ૨૫ સ્થળોએ વેક્સિનેશન લોક જાગૃતિ ફિલ્મ નિર્દેશન સાથે અને યુવાનોને વેકસીન આપી જિલ્લાની દરેક વ્યક્તિ કોરોના પ્રતિરોધક રસી મુકાવે તેઓ સંકલ્પ લેવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લામાં વેક્સિનેશનના બુથ વધારીને ૪૦થી વધુ કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં સરકારની માર્ગદર્શિકા મુજબ વેક્સિનેશન મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે ૪૮ જેટલા સ્થળોએ વેક્સિનેશન બુથ ઉભા કરવામાં આવ્યા છે. વધુમાં કલેકટરે જિલ્લાના લોકોને લોક જાગૃતિ સાથે જે કોઇ પરિવારના સભ્યો ૧૮ વર્ષથી ઉપરના વેક્સિનેશનમાં બાકી હોય તેનું વેક્સિનેશન થાય અને આ અભિયાનમાં સહભાગી બને તે માટે અપીલ કરી હતી. સ્થળ પર પચાસ ટકા રજીસ્ટ્રેશન સુવિધા સાથે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાની સંસ્થાઓ, વેપારી મંડળો અને જનપ્રતિનિધિઓને પણ આ અભિયાનમાં સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત