Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરમાં તરછોડાયેલા 10 મહિનાના શિવાંશના પિતાની ધરપકડ બાદ પુછપરછમાં નવા નવા તથ્યો બહાર આવી રહ્યા છે. માતા-પિતા વગર તરછોડાયેલા શિવાંશના પિતાની ઓળખ થયા બાદ હવે તેની માતાની પણ ઓળખ થઈ ગઈ છે. શિવાંશને જન્મ આપનાર માતાનું નામ મહેંદી હોવાનું સામે આવ્યું છે. તેના પિતા સચિન દીક્ષિતનો ભાંડો આખરે ફૂટી ગયો છે. મહેંદી ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી. મહેંદીના માતાના નિધન બાદ મહેંદી અમદાવાદમાં તેમના માસીને ત્યાં જ રહેતી હતી અને ઈવેન્ટનું કામ કરતી હતી. આ દરમિયાન સચિન અને મહેંદીનો સંપર્ક થયો હતો અને ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.ચાર મહિના પહેલાં સચિન દીક્ષિતની વડોદરામાં બદલી થઈ હતી ત્યારબાદ તે બંને વડોદરામાં રહેતી હતી.

સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાની પુછપરછ દરમિયાન અનેક હકીકતો બહાર આવી રહી છે. સચિનની પત્ની પહેલાથી જ કહી રહી છે કે તે આ બાળકથી અજામ છે અને તેને પતિના પ્રેમ સંબંધ વિશે પણ કોઈ જાણકારી નથી. ત્યારે શિવાંશની માતા અને સચિનની પ્રેમિકા મહેંદી હોવાનું સામે આવ્યું છે. જો કે સમગ્ર મામલે શિવાંશની જન્મદાત્રી મહેંદી હજુ સુધી પોલીસ સામે આવી નથી. શિવાંશ ગુમ થયા બાદથી મહેંદી ક્યાંય ચર્ચામાં નથી. તે કોણ છે અને હાલ ક્યાં છે તેની ચર્ચા ઉઠી રહી છે. તો મહેંદીની માસી અને માસા મીડિયા સામે આવ્યા છે. મહેંદીની માસીએ મીડિયા સમક્ષ આ અંગે વાત કરતાં કહ્યું છે કે, એ લોકો વડોદરા હતા અને કેવી રીતે શિવાંશ ગાંધીનગર આવ્યો તે ખબર નથી. તેની માતા ક્યારેય બાળકને એકલી મૂકતી ન હતી. હાલ મારી મહેંદી ક્યાં છે તેની માહિતી પણ અમને નથી.

મહેંદીની માસી પાસેથી માહિતી મળી છે કે, આજે શિવાંશ 10 મહિનાનો થયો છે. ગત 10 ડિસેમ્બર 2020ના દિવસે શિવાંશનો જન્મ થયો હતો. અમદાવાદના બોપલની જ એક હોસ્પિટલમાં શિવાંશનો જન્મ થયો હતો. તો સાથે જ જાણવા મળ્યુ છે કે, સચિન સાથે લગ્ન કરવાની જીદ મહેંદીએ કરી હતી. વડોદરામાં ચાર મહિનાથી બંને સાથે રહેતા હતા. જો કે, તેમની વચ્ચે કઈ વાતે ઝઘડો થયો તે અંગે જાણી શકાયું નથી. મહેંદીની માસીએ શિવાંસની કસ્ટડી માગી છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી મહંદીની ભાળ નથી મળતી ત્યાં સુધી શિવાંસની જવાબદારી તેમને સોંપવામાં આવે.
મહત્વનું છે કે શિવાંશનો પિતા સચિન દીક્ષિત વડોદરામાં નોકરી કરતો હતો. મળતી માહિતી પ્રમાણે સચિન દીક્ષિત ગાંધીનગરમાં પત્ની, બાળક અને માતા-પિતા સાથે રહેતો હતો. તેની પત્નીથી જે બાળક છે તે ચાર વર્ષનો છે. જ્યારે સચિન વડોદરાની કંપનીમાં નોકરી કરતો હોવાથી તે સોમથી શુક્ર વડોદરા રહેતો હતો અને શનિ-રવિવારે ગાંધીનગર આવી જતો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત