Team Chabuk-Gujarat Desk: હાલના સમયમાં બદલાયેલા ખોરાક અને સગર્ભા મહિલાઓની બેદરકારીના કારણે ઘણી વખત જન્મતાં બાળકોમાં અનેક પ્રકારની ખોટ જોવા મળતી હોય છે. ત્યારે મોરબીના હળવદમાં આવા જ એક વિચિત્ર બાળકનો જન્મ થયો છે. હળવદની ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે મંગળવારે રાત્રે જન્મેલા એક બાળકના શરીરમાં મગજનો વિકાસ જ નહોતો થયો. ત્યારે આ કિસ્સો સગર્ભા બહેનો માટે ચેતવણીરૂપ કિસ્સો છે.
પુરા માસે જન્મેલા આ બાળકમાં મગજનો વિકાસ થયેલો ન હતો. આવું બનવા પાછળનું કારણ જણાવતા ડો. અંકિત માલમપરાએ જણાવ્યું કે ફોલિક એસિડની કમીના કારણે આ પ્રકારે બાળક જન્મતું હોય છે. હળવદની પાર્થ હોસ્પિટલમાં દાખલ થયેલ મધ્યપ્રદેશની આદિવાસી શ્રમિક મહિલાને પુરા માસે ગઈકાલે બાળકનો જન્મ થયો હતો. પરંતુ આ બાળકના શરીરમાં મગજનો વિકાસ જ ન થયો હોઈ બાળક અલ્પજીવી બની રહે તેવી આશંકા ડો. અંકિત માલમપરાએ વ્યક્ત કરી હતી.
ડો. અંકિત માલમપરાએ ઉમેર્યુ હતું કે, સગર્ભાવસ્થા દરમિયાન પ્રસૂતા માતાને ફોલિક એસિડ વિટામિન આપવામાં આવે છે પરંતુ આ વિટામિન ન લેવાના કારણે આવું બાળક જન્મતું હોય છે. એક લાખ જેટલા કિસ્સામાં આવું એક બાળક જન્મતું હોવાનું જણાવી ડો.અંકિત માલમપરાએ તમામ પ્રસૂતા બહેનોએ તબીબની સલાહ મુજબ ફોલિક એસિડ વિટામિન અવશ્ય લેવા પર ભાર મૂક્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
