Homeગુર્જર નગરીગીર સોમનાથ: રાત્રે સિંહ દર્શન કરવા ઘુસેલા ત્રણ લોકોને સિંહની જગ્યાએ વનવિભાગનો...

ગીર સોમનાથ: રાત્રે સિંહ દર્શન કરવા ઘુસેલા ત્રણ લોકોને સિંહની જગ્યાએ વનવિભાગનો ભેટો થઈ ગયો, આટલા રૂપિયાનો દંડ ફટકાર્યો

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરના જંગલમાં રાત્રી દરમિયાન સિંહ દર્શનનો ત્રણ યુવાનોને ચસ્કો ચડ્યો હતો. જેમાંથી બે આણંદના અને એક સુરવા ગીરનો યુવક હતો. રાત્રીના તેમને સિંહ દર્શનનો લાભ તો ન થયો પણ પેટ્રોલિંગ પર નીકળેલા વનવિભાગના કર્મચારીઓનો ભેટો થઈ ગયો. કર્મચારીઓએ તેમની પાસેથી 45 હજ્જારનો દંડ વસૂલ કર્યો હતો. આ કાર્યવાહીના પગલે અન્ય પ્રવાસીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરની નજીક આવેલા સુરવા ગીર ગામ ખાતે પી.એફના જંગલ વિસ્તારમાં આર.એફ.ઓ બિમલભાઈ ભટ્ટ અને ફોરેસ્ટનો સ્ટાફ રાત્રી પેટ્રોલિંગ દરમિયાન નીકળ્યો હતો. એવામાં તેમને જંગલમાં સિંહ દર્શન કરવા આટાફેરા મારતા ત્રણ યુવકોનો ભેટો થઈ ગયો.

આ યુવકોમાં બે આણંદના હતા. એક રોહન પ્રવીણભાઈ પરીખ અને બીજા પ્રવીણ નગીનદાસ પરીખ. આ સિવાય સુરવા ગીરનો જ બ્લોચ આસિફ મુસ્તાક પણ હતો. સ્ટાફે આ ત્રણેને જંગલમાં જવાની મંજૂરી રજૂ કરવાનું કહ્યું હતું. મંજૂરી તેમની પાસે ન હોય અને જંગલમાં ગેરકાયદેસર રીતે ઘુસ્યા હોય એ માટે વન વિભાગે તેમની પાસેથી દંડ પેટે 45 હજારની રકમ વસુલ કરી હતી. વન વિભાગની કડક કાર્યવાહીના પગલે ગીર જંગલની આસપાસના વિસ્તારોના ગ્રામ્યજનોમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments