Homeગુર્જર નગરીરાજકોટઃ નાસ લેવા મશીનમાં નાખવાનું ઈન્જેક્શન નર્સે દોઢ વર્ષના બાળકને આપી દીધું,...

રાજકોટઃ નાસ લેવા મશીનમાં નાખવાનું ઈન્જેક્શન નર્સે દોઢ વર્ષના બાળકને આપી દીધું, બાળકનું મોત !

Team Chabuk-Gujarat Desk: રાજકોટની સરકારી જનાના હોસ્પિટલમાં અત્યંત ગંભીર બેદરકારીને કારણે એક બાળક મોત થયું છે. એક મહિનાથી દાખલ બાળકને રજા મળવાની હતી પરંતુ તેની જગ્યાએ બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે..

ગોંડલના એક કારખાનામાં મજૂરી કરતા ધીરેન્દ્ર કુશવાહાના દોઢ વર્ષના પુત્ર રાજને શરદી ઉધરસની સમસ્યા રહેતા દવા લીધી હતી. ન્યુમોનિયાની અસર જણાતા રાજકોટની સરકારી જનાના હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં ન્યુમોનિયાની સાથે ટીબીની અસર પણ હોવાનું નિદાન થયું હતું. 4 જુલાઈએ રાજને દાખલ કરાયો. ટી.બી.ની દવા ચાલતી હતી એ ઉપરાંત ન્યુમોનિયા માટે તેને દરરોજ નાસ દેવામાં આવતી. મશીનમાં દવા નાખીને નાક પાસે મૂકાતા શરદી ધીરે ધીરે ઓગળી રહી હતી.

rajkot balak death

એક મહિના સુધી સારવાર ચાલ્યા બાદ 4 જુલાઈએ ડોક્ટરે કહ્યું હતું કે, રાજ સાજો થઈ ગયો છે. એક દિવસ બાદ રજા આપી દઈશુ. જો કે, એજ દિવસે એટલે કે 4 જુલાઈએ બપોરે દોઢ વાગ્યાના અરસામાં એક નર્સ ઈન્જેક્શન લઈને આવ્યા. આવું ઈન્જેક્શન દરરોજ સમયસર આવે અને તેને મશીનમાં નાખી દે એટલે નાસ ચાલે. જો કે નર્સ મશીનમાં ઈન્જેક્શન લગાવવાને બદલે રાજને ઈન્જેક્શન આપવા ગયા. રાજની માતાએ આવું કરતા નર્સને રોક્યા. આ ઈન્જેક્શન મશીનમાં નાખવાનું છે તેવું પણ કહ્યું. એક નહીં નર્સને ચાર-ચાર વખત અટકાવ્યા. જો કે, મહિલાની વાતને નર્સે ગંભીરતાથી ન લીધી અને રાજને ઈન્જેક્શન આપી દીધું

ઈન્જેક્શન લગાવ્યાની અડધી જ કલાકમાં રાજનું શરીર કાળુ પડવા લાગ્યું અને આંખો ચડી ગઈ હતી જેથી તુરંત જ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. બાળકને આઈસીયુમાં શિફ્ટ કરાયું, વેન્ટીલેટર પર રખાયું પણ કોઈ જ રિકવરી આવી નહીં. આમ એક બેદરકારીએ બાળકનું મોત થયું છે. આમ, એક માતા-પિતાએ પોતાના માસૂમને ગુમાવ્યું. હવે પરિવાર ન્યાયની માગણી કરી રહ્યો છે અને જવાબદારો પર કડક પગલા લેવાય તેવું ઈચ્છી રહ્યો છે. પરિવારનું કહેવું છે કે અમે તો અમારા વ્હાલસોયાને ગુમાવ્યો પરંતુ હોસ્પિલટલમાં આવી રીતે બીજા કોઈને પોતાના સંતાનો ગુમાવવાનો વારો ન આવે તે માટે કડક કાર્યવાહી થવી જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments