Homeદે ઘુમા કેIND vs ZIM: સાત દિવસ પહેલા બન્યા વર્લ્ડ ચેમ્પિયન, હવે ટી20 માં...

IND vs ZIM: સાત દિવસ પહેલા બન્યા વર્લ્ડ ચેમ્પિયન, હવે ટી20 માં ક્વોલિફાય ન કરનાર ઝિમ્બાબ્વે સામે હાર્યા

Team Chabuk-Sports Desk : ઝિમ્બાબ્વેએ પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 13 રને હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમનો બેટિંગ ઓર્ડર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો. આશ્ચર્યજનક રીતે ટીમ ઈન્ડિયાએ ગયા અઠવાડિયે જ દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હવે તેઓ એવી ટીમથી પરાજય પામ્યા છે જે આ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન થઈ શકી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા ઝિમ્બાબ્વેએ ક્લાઈવ મંડાડેની 29 રનની અણનમ ઈનિંગની મદદથી 20 ઓવરમાં નવ વિકેટે 115 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 19.5 ઓવરમાં 10 વિકેટે 102 રન જ બનાવી શકી હતી. ગિલ અને સુંદર સિવાય કોઈ બેટ્સમેન રમી શક્યા નહીં. આ જીત સાથે ઝિમ્બાબ્વેએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ઝિમ્બાબ્વે સામે ભારતની નવ મેચોમાં આ ત્રીજી હાર છે.

ટોસ હાર્યા બાદ યજમાન ટીમ ઝિમ્બાબ્વેને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે રવિ બિશ્નોઈએ ટીમને શરૂઆતી આંચકા આપ્યા હતા, તેમ છતાં ઝિમ્બાબ્વે 115 રન બનાવવામાં સફળ રહી હતી. ટીમની ઇનિંગ્સને આગળ ધપાવવામાં વેસ્લી માધવેરે 21 રન, બ્રાયન બેનેટે 22 અને ડીયોન માયર્સે 23 રનનું યોગદાન આપ્યું હતું.

વોશિંગ્ટન સુંદર 7મા સ્થાને બેટિંગ કરવા આવ્યો હતો અને ત્યાં સુધીમાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ટીમે 47 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે સુંદર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે દબાણથી ભરેલી પરિસ્થિતિમાં 30 બોલમાં 30 રનની ઇનિંગ રમીને મેચમાં રોમાંચ વધાર્યો હતો. ભારતને જીતવા માટે છેલ્લી 2 ઓવરમાં 18 રન બનાવવાના હતા, પરંતુ માત્ર એક જ વિકેટ બાકી હોવાથી સુંદરે એક પણ રન ન લેવાનો નિર્ણય કર્યો. અંતે ભારતને 12 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments