Homeદે ઘુમા કેમહારાષ્ટ્રના ચાર ખેલાડીઓને રાજ્ય સરકાર આપશે 11-11 કરોડ, શું ગુજરાત સરકાર ખેલાડીઓને...

મહારાષ્ટ્રના ચાર ખેલાડીઓને રાજ્ય સરકાર આપશે 11-11 કરોડ, શું ગુજરાત સરકાર ખેલાડીઓને આપશે પુરસ્કાર ?

Team Chabuk-Sports Desk: તાજેતારમાં જ ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે. જીત બાદ ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી છે. જ્યાં મુંબઈમાં તમામ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટી-20 વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના તમામ ખેલાડીઓને મળીને શુભેચ્છા પાઠવી હતી. ત્યારે મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમમાં સામેલ મહારાષ્ટ્ર રાજ્યના 4 ખેલાડીઓને 11-11 કરોડ રૂપિયા પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. ત્યારે શું ગુજરાત સરકાર પોતાના રાજ્યના ચાર ખેલાડીઓને પુરસ્કાર આપશે કે કેમ તે ચર્ચા શરૂ થઈ છે.

ટી-20 વર્લ્ડકપ જીતીને પરત ફરેલી ટીમને જનતા અને સરકાર તરફથી ખૂબ જ સન્માન અને પ્રેમ મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ટીમના ખેલાડી અને મહારાષ્ટ્રના વતની એવા રોહિત શર્મા, સૂર્યકુમાર યાદ, શિવમ દૂબે અને યશસ્વી જયસ્વાલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ સિંદેએ તમામ ખેલાડીઓને સન્માનિત કર્યા હતા અને તેઓની સાથે વાતચીત કરી હતી. આ સન્માન સમારંભમાં ચારેય ખેલાડીઓને 11-11 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી.

gujarat player

મહારાષ્ટ્ર સરકાર બાદ ગુજરાત સરકાર તેમના રાજ્યના ખેલાડીઓને ક્યારે અને કેટલો પુરસ્કાર આપશે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. કેમ કે ટી-20 વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમમાં ગુજરાત રાજ્યના પણ ચાર ખેલાડીઓ સામેલ હતા. જેમાં જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. ચારેય ખેલાડીઓએ વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરીને ભારતીય ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેથી આ ચારેય ગુજરાતી ખેલાડીઓને રાજ્ય સરકાર પુરસ્કાર આપશે કે કેમ ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments