Team Chabuk-Gujarat Desk: સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી કિરણ પાર્ક સોસાયટીમાં એક બાળક પોતાની સાઇકલ લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન સોસાયટીમાં મૂકવામાં આવેલા બમ્પ કુદાવા જતા સાયકલનું આગળનું ટાયર નીકળી ગયું હતું. સાયકલનું ટાયર નીકળી જતા બાળક ગંભીર રીતે નીચે પટકાયો હતો. બાળક નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ ઘટના અંગે જાણ થતા સોસોયટીના લોકો દોડી આવ્યા હતા અને બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. બાળકને ત્રણ દિવસ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ સ્વસ્થ થયું હતું. બાળક નીચે પડી જતા મોંઢા પર ફેક્ચર થયું હતું. સદનસીબે બાળકને તાત્કાલિક સારવાર મળી જતા સ્વસ્થ થઈ ગયું હતું. બાળકના પિતાએ તમામ બાળકોના માતાપિતાને અપીલ કરી હતી કે પોતાના બાળકને સાયકલ કે રમકડાં આપતા પહેલા તે ચકાસી લેવું તેમજ બાળકને પણ ટકોર કરવી કે સાવચેતીથી ચલાવે. જે પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે તે જોઈને તમામ લોકો હચમચી ગયા છે.
નાના બાળકોને સાયકલ ચલાવવા આપતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો#Surat #Bycycle #Alert #accident pic.twitter.com/vkKkeNctQ6
— thechabuk (@thechabuk) March 14, 2023
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
