Homeગુર્જર નગરીસુરત-ભાવનગરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પડ્યો વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

સુરત-ભાવનગરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પડ્યો વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Team Chabuk-Gujarat Desk: સુરત જિલ્લામાં બપોર બાદ વરસાદ પડ્યો તો રાત પડતા સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ઉનાળાની શરૂઆતમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. ભાવનગર શહેરમાં પણ જોરદાર વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી વરસાદ પડવાના આગાહી કરવામાં આવી હતી. જેને લઇ સુરત શહેર અને જિલ્લામાં દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયુ જોવા મળ્યું હતું. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ અને બારડોલી તાલુકામાં બપોર બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને ઉનાળાની શરૂઆત સાથે જ ચોમાસા જેવો માહોલ બની ગયો છે.

સુરત શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ સાંજ બાદ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. શહેરના રાંદેર ,અડાજન કતારગામ, અમરોલી સહિતના વિસ્તારોમાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જ શહેરમાં અચાનક ઠંડક પ્રસરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments