Homeગુર્જર નગરીપિતા બનવાની ઈચ્છાએ આરોપીએ અમદાવાદથી બાળકનું અપહરણ કર્યું, આંધ્રપ્રદેશથી ધરપકડ

પિતા બનવાની ઈચ્છાએ આરોપીએ અમદાવાદથી બાળકનું અપહરણ કર્યું, આંધ્રપ્રદેશથી ધરપકડ

Team Chabuk- Gujarat Desk: અમદાવાદના ગાંધીધામમાંથી બે વર્ષના બાળકનું અપહરણ કરનારા આરોપીને પોલીસે ઝડપી લીધા છે. એક આરોપીને પોલીસે આંધ્રપ્રદેશથી અને એક આરોપીને પોલીસે ગાંધીધામથી ઝડપી લીધા છે.

13 માર્ચે અપહરણ

13 માર્ચ 2021. મૂળ મધ્યપ્રદેશના અને હાલ ગાંધીધામમાં રહેતાં અકુ થાવરિયા અને તેમો પરિવાર હેરાન થઈ ગયો. અકુભાઈને તેમનો 2 વર્ષનો દિકરો ક્યાંય દેખાતો ન હતો. અકુભાઈ પોતે મજૂર છે અને તેઓ ગાંધીધામ રેલવે સ્ટેશન યાર્ડમાં રેલવે ટ્રેકની કામગીરી કરે છે. તે રાત્રે પણ તેઓ રોજની જેમ થાકીને રેલવે સ્ટેશન પાછળ બનાવેલા પોતાનાં તંબૂમાં ઊંઘી રહ્યા હતા. આ દરમિયાન અકુભાઈના વ્હાલસોયાનું અપહરણ કરીને જતુ રહ્યું હતું. તેઓ આ સમગ્ર ઘટનાથી અજાણ હતા જેથી આમ-તેમ દોડવા લાગ્યા અને પોતાના દિકરાને શોધવા લાગ્યા હતા. પરંતુ ત્યા સુધીમાં બહુ મોડુ થઈ ગયું હતું આરોપીઓ તેમના દિકરાને લઈને દૂર જતાં રહ્યા હતા.

આંધ્રપ્રદેશ પહોંચી ગયો આરોપી

બાળક ન મળતા અકુભાઈ રેલવે પોલીસ પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. એલસીબી અને એસઓજી પણ તપાસમાં સમેલ થઈ હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી મહોમ્મદ સદ્દામ અને સુબ્રમણ્યમ  બાઈક પર આવ્યા હતા અને બાળકને ઉઠાવીને જતા રહ્યા હતા. એટલું જ નહીં આરોપીએ એક મોબાઈલની પણ ચોરી કરી છે. જેથી પોલીસનું કામ સરળ બની ગયું હતું. પોલીસે મોબાઈલના લોકેશનના આધારે આરોપીનું લોકેશન મેળવ્યું હતું. અપહરણકાર બંને આરોપી બાળકને લઈને આંધ્રપ્રદેશ જતાં રહ્યા હતા અને બાળકને છોડવાના એક લાખ રૂપિયા પણ માગ્યા હતા. આરોપીઓને એવું હતુ કે તેમના સુધી પોલીસ પહોંચી નહીં શકે પરંતુ ગણતરીના દિવસોમાં પોલીસ તેમના સુધી પહોંચી ગઈ અને બાળકને પણ સહીસલામત છોડાવી લીધું.

ભાવુક દ્રશ્યો સર્જાયા

પોલીસે જ્યારે બે વર્ષના બાળકને પોતાના માતા-પિતાને સોંપ્યું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા. બાળક તેના માતા-પિતાને સોંપાયું ત્યારે તેની આંખમાંથી આંસુ આવી ગયા હતા. સાથે જ બાળકના માતા-પિતાએ પોલીસનો આભાર પણ માન્યો હતો.

પોલીસની તપાસમાં ચોંકાનારા ખુલાસા થયા

પોલીસ તપાસમાં સામે આવ્યું કે બે આરોપીમાંથી એક આરોપીને રૂપિયાની જરૂર હતી જેથી તેણે બાળકના અપહરણનો પ્લાન બનાવ્યા હતો. જ્યારે બીજા આરોપીને રૂપિયાની નહીં સંતાનની જ જરૂર હતી. તે આ અપહ્યત બાળકનો પિતા બનવા માગતો હતો. એટલે કે આરોપી રૂપિયા લીધા બાદ પણ બાળકને છોડવાના ન હતા.

સુબ્રમણ્યમને સંતાન ન હતું

આરોપી સુબ્રમણ્યમને કઈ સંતાન ન હતું જેથી તેને સંતાનની લાલચ હતી. સુબ્રમણ્યમે આરોપી મહોમ્મદ સદ્દામને કહ્યું હતું કે, તેને એક બાળક જોઈએ છીએ જેની સામે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. આરોપી મહોમ્મદ સદ્દામે જ સુબ્રમણ્યમને માહિતી આપી હતી.

આરોપીની કરમ કૂંડળીની તપાસ

હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર આરોપીઓએ જે કબૂલાત આપી છે તે માટે જ અપહરણ કર્યુ હતું કે તેની પાછળ કોઈ અન્ય હેતું હતો. સાથે જ પોલીસ આરોપીની કૂંડળી પણ કાઢી રહી છે. તપાસમાં મહોમ્મદ સદ્દામનો ગુનાહિત ઈતિહાસ બહાર આવે તેવી શક્યતા છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments