Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ પોલીસના પંજામાં આવ્યા પેટ્રોલપંપ કર્મચારીને લૂંટનારા શખ્સો

સુરેન્દ્રનગરઃ પોલીસના પંજામાં આવ્યા પેટ્રોલપંપ કર્મચારીને લૂંટનારા શખ્સો

Team Chabuk- Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના બોરિયાનેશ-મોલડી વચ્ચે દિનદહાડે લૂંટ કરનારા આરોપી પોલીસની ગિરફ્તમાં આવી ગયા છે. આરોપીએ પેટ્રોલપંપ કર્મચારીની કારને આંતરી ફિલ્મી ઢબે 22 લાખ 44 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી.

શું છે સમગ્ર મામલો ?

15 ફેબ્રુઆરી 2021. બપોરનો સમય હતો. ચોટીલા હાઈવે પર આવેલા પેટ્રોલપંપનો કર્મચારી મયુર રાઠોડ પોતાની કાર લઈને રૂપિયાનું કલેક્શન બેન્કમાં જમા કરાવવા જઈ રહ્યો હતો. પેટ્રોલપંપથી થોડે દૂર પહોંચ્યો ત્યાં એક સ્વીફ્ટ કાર તેની નજીકથી પૂરપાટ ઝડપે પસાર થઈ. કર્મચારીની કારને ઓવરટેક કરીને તેનો રસ્તો રોકી લીધો. પેટ્રોલપંપનો કર્મચારી કંઈ સમજે તે પહેલાં સ્વીફ્ટમાંથી બે શખ્સ ઉતર્યા અને કર્મચારીને છરી બતાવી ધમકાવ્યો. એટલું જ નહીં કર્મચારીની કારનો દરવાજો ખોલીને તેના પર છરીથી હુમલો પણ કરી દીધો. ત્યારબાદ કર્મચારી પાસે રહેલો થેલો આંચકીને ફરાર થઈ ગયા હતા. કર્મચારીની પાસે રહેલા થેલામાં કુલ 22 લાખ અને 44 હજાર રૂપિયા હતા. બનાવની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્ત કર્મચારીને હોસ્પિટલ લઈ જવાયો હતો.

કોણ છે આરોપી ?

1. રાજચંદ્ર પ્રકાશ કોટાઈ, રહે. રાજકોટ

2. પ્રવીણ બળદેવભાઈ સેણજીયા, રહે. થાન

3. રાહુલ ઉર્ફે રોય હિંમતભાઈ પરમાર, રહે. થાન

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પ્રવીણ નામના આરોપીએ જ અન્ય બે આરોપી સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો. લૂંટની ટીપ પ્રવીણે આપી હતી.ચકચારી લૂંટની ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. સાથે જ ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવાની માગ કરી હતી. બીજી તરફ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઇ.જી તેમજ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવાઈ હતી અને અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરાઈ હતી. આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેના આધારે આરોપીને ઝડપી લેવાયા હતા.

23.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

આરોપી પાસેથી કુલ 23 લાખ 28 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જેમાં લૂંટના 12 લાખ 58 હજાર રૂપિયા, લૂંટના રૂપિયાથી ખરીદેલી 4 લાખ 60 હજાર રૂપિયાની કિંમતની જીપ. લૂંટની ઘટનામાં વપરાયેલી 6 લાખ રૂપિયાની કિંમતની કાર તેમજ આરોપીઓના ફોન સામેલ છે.

પહેલાં રેકી કરી

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, લૂંટ કરતાં પહેલાં આરોપીએ થોડા દિવસ પેટ્રોલપંપના કર્મચારીની રેકી કરી હતી અને તેના આવવા જવાનો સમય તેમજ અન્ય ગતિવિધિઓ પર નજર રાખી હતી. લૂંટના દિવસે આરોપીઓ પેટ્રોલપંપ નજીક જ હતા. જેવો પેટ્રોલપંપનો કર્મચારી રૂપિયા જમા કરાવવા માટે નીકળ્યો કે આરોપીઓ તેની પાછળ પાછળ ગયા હતા. કર્મચારી પાસેથી રૂપિયા ભરેલી બેગ લઈને આરોપી રાજકોટ તરફ જતાં રહ્યા હતા.

તપાસમાં થઈ શકે વધુ ખુલાસા

હાલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે કે, આરોપીઓ કોઈ અન્ય કોઈ ગુનામાં સંડોવાયલા છે કે કેમ. પોલીસને આશંકા છે કે, આરોપીની પૂછપરછમાં વધુ કેટલાક ચોંકાવાનારા ખુલાસા થઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments