Team Chabu-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં વીજળી પડવાના બે બનાવમાં બે લોકોના મોત નિપજ્યા છે. ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને આસપાસના પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા વાદળો ઘેરાયા હતા. સાથે જ જોરદાર પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. ત્યારબાદ ઘણા વિસ્તારમાં વરસાદી માહોલ બંધાતા વીજળીના કડાકા શરૂ થયા હતા. જેમાં બે જગ્યાએ વીજળી પડતાં બે લોકોના મોત નિપજ્યા છે.
પ્રથમ બનાવની વાત કરીએ તો, લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે યુવક પર વીજળી પડતાં યુવકનું મોત નિપજ્યું છે. નાની કઠેચીના નળ સરોવર વિસ્તારમાં યુવક પર વીજળી પડતાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી યુવકને સારવાર માટે લઈ જવાયો હતો જો કે સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. નાની કઠેચી ગામે પડેલી આ વીજળીના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વીજળી પડતો વીડિયો વાઇરલ થયો છે.
લીંબડીના નાની કઠેચી ગામે યુવક પર પડી વીજળી#LightningStrikes #nanikadhechi #limbdi pic.twitter.com/wnlqaTPIbg
— thechabuk (@thechabuk) June 8, 2022
જ્યારે બીજો બનાવ લીંબડી તાલુકાના જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે બન્યો છે. જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડતાં એક યુવકનું મોત થયું છે. બાઈકચાલક યુવક લીંબડીથી જાંબુ ગામ તરફ આવી રહ્યો હતો ત્યારે રામરાજપર નટવરગઢ પાસે તેના પર વીજળી પડી હતી. વીજળી પડતાં જાંબુ ગામના 23 વર્ષીય જુસબભાઈ જીવાણીનું મોત નિપજ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
