Homeગુર્જર નગરીજામનગર: ફલ્લાની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બહાર મહિલાની છેડતી બાબતે સરાજાહેર હત્યાથી ખળભળાટ

જામનગર: ફલ્લાની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બહાર મહિલાની છેડતી બાબતે સરાજાહેર હત્યાથી ખળભળાટ

Team Chabuk-Gujarat Desk: જામનગર જિલ્લામાં ફલ્લા ગામમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારી દ્વારા બેંક પરિસરમાં કોઈ કારણોસર પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ જીવલેણ હુમલામાં પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે. પુત્રને સારવાર જામનગર ખસેડવામાં આવ્યો છે. જામનગર રાજકોટ હાઈવે પર આવેલા ફલ્લા ગામની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખા પર ગોવિંદભાઈ ઘેટિયા અને તેમના પુત્ર મિલન ઘેટિયા આજે આવ્યા હતા. ત્યારે બેંકમાં ફરજ બજાવતા ધવલ પટેલે કોઈ કારણોસર છરી વડે પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ગોવિંદભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તેમના પુત્રને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાના પગલે બેંક પર લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક ગોવિંદભાઈના પુત્રવધૂ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં નોકરી કરે છે. તેની સાથે જ આરોપી ધવલ પટેલ પણ નોકરી કરે છે.

આરોપી સાથે મૃતકના પુત્રવધૂને કોઈ માથાકૂટ થઈ હોય ગોવિંદભાઈ અને તેમના પુત્ર બેંક પર આવ્યા હતા. આ સમયે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments