Homeગુર્જર નગરીધીંગાણું: સુરેન્દ્રનગરના સાયલાના સુદામડા ગામે બે જૂથ સામસામે, હવામાં ફાયરિંગ

ધીંગાણું: સુરેન્દ્રનગરના સાયલાના સુદામડા ગામે બે જૂથ સામસામે, હવામાં ફાયરિંગ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના સાયલાના સુદામડા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ. જેમાં કુલ ત્રણથી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. હાલ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અથડામણ દરમિયાન બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનો પણ આરોપ છે. એટલું જ નહીં ઘટના દરમિયાન એક જૂથે સામેવાળા જૂથના ખેતરમાં આગ લગાવી દીધી હોવાનો પણ આરોપ છે. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

બીજી તરફ બનાવની જાણ થતાં જ સાયલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બે જૂથ વચ્ચે ભરડિયાના રસ્તા મુદ્દે બબાલ થઈ હતી. પ્રાથમિક બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને એક જૂથ ધારિયા સહિતના હથિયારો લઈ પહોંચી ગયું હતું. હાલ આ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. અને હાલ બંને જૂથની ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ કોઈ અનિચ્છીય ઘટના ન બને માટે ગામમાં પોલીસકર્મીઓ ખડેપગે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments