Homeગુર્જર નગરીધોરણ 10 બોર્ડની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ, સૌથી વધુ સુરત અને સૌથી...

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ, સૌથી વધુ સુરત અને સૌથી ઓછું પાટણ જિલ્લાનું

Team Chabuk-Gujarat Desk: ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ.10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકે છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની વર્ષ 2021-22ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. પરિણામમાં સુરત જિલ્લાએ બાજી મારી છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતાં 11.74 ટકા વધુ આવ્યું છે.

ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 294 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. 1007 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ અને 121 શાળાઓનું ઝીરો ટકા પરિણામ આવ્યું છે.

રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ- 94.80 ટકા

દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ- 19.17 ટકા

ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામમાં ગુજરાતી માધ્યમમાં 63.13 ટકા, હિન્દી માધ્યમમાં 63.96 ટકા અને અંગ્રેજી માધ્યમમાં 81.50 ટકા પરિણામ આવ્યું છે.

જિલ્લા મુજબ પરિણામ

અમદાવાદ જિલ્લાનું 63.98%

ગાંધીનગર જિલ્લાનું 65.83%

જૂનાગઢ જિલ્લાનું 66.25%

વડોદરા જિલ્લાનું 61.21%

રાજકોટ જિલ્લાનું 72.86%

જામનગર જિલ્લાનું 69.68%

ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા

A-1 ગ્રેડ- 12,090 વિદ્યાર્થીઓ

A-2 ગ્રેડ- 52,992 વિદ્યાર્થીઓ

B-1 ગ્રેડ- 93,602 વિદ્યાર્થીઓ

B-2 ગ્રેડ- 1,30,097 વિદ્યાર્થીઓ

C-1 ગ્રેડ- 1,37,657 વિદ્યાર્થીઓ

મહત્વનું છે કે, આજે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે માર્કશીટની કોપી માટે વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. શાળા કક્ષાએથી ટુંક સમયમાં માર્કશીટની કોપી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. રાજ્યભરમાંથી અંદાજે 9.6 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.  

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments