Homeદે ઘુમા કેન્યૂઝિલેન્ડ-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચમાં બનેલી આ ઘટનાની ચર્ચા દુનિયાભરના ક્રિકેટરસિકો કરી રહ્યા છે...

ન્યૂઝિલેન્ડ-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચમાં બનેલી આ ઘટનાની ચર્ચા દુનિયાભરના ક્રિકેટરસિકો કરી રહ્યા છે !

Team Chabuk-Sports Desk: લોર્ડ્સમાં ચાલી રહેલી ન્યૂઝિલેન્ડ-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં શનિવારે એક રસપ્રદ કિસ્સો બન્યો જે ખુબ ચર્ચામાં છે. ઇંગ્લેન્ડની ટીમની પ્રથમવાર કેપ્ટનશીપ કરી રહેલો બેન સ્ટોક્સ ક્લીન બોલ્ડ થયા બાદ પેવેલિયન તરફ થઈ રહ્યો હતો. ન્યૂઝિલેન્ડના તમામ ખેલાડી ખુશ હતા અને સમર્થકો પણ. જો કે, એટલામાં જ ત્રીજા અમ્પાયરના નિર્ણયે ખુશીનો માહોલ પલટી નાખ્યો હતો.

કીવી બોલર ડિગ્રેન્ડહોમે બોલિંગ દરમિયાન સ્ટોક્સને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. પરંતુ નો બોલ હોવાથી ઇંગ્લિશ કેપ્ટનને જીવનદાન મળ્યું હતું. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ટીમ થોડી નિરાશ હતી અને સ્ટોક્સ તેમજ ઈંગ્લેન્ડના સમર્થકો ખુશ હતા. ક્રિઝ પર સ્ટોક્સની સાથે રમી રહેલા જો રૂટે પણ સ્ટોક્સનું હસતા હસતા સ્વાગત કર્યું હતું.

અમ્પાયરના નિર્ણયથી ચોંકી ઉઠેલા ઈંગ્લિશ ક્રિકેટ ચાહકો સૌથી વધુ ખુશ થયા હતા. સ્ટોક્સે પણ ટેસ્ટના નિર્ણાયક સમયે જીવનદાનનો ભરપૂર લાભ ઉઠાવ્યો અને 54 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. એટલું જ નહીં આની સાથે તેણે ટેસ્ટમાં 5000 રન પણ પૂરા કરી લીધા હતા.

ઈંગ્લેન્ડની ઈનિંગની 27મી ઓવરના ત્રીજા બોલે આ ગટના બની હતી. ડિ ગ્રેન્ડહોમે શાનદાર ઈનસ્વિંગ બોલ ફેંક્યો હતો. જેના પર સ્ટોક્સ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. સ્ટોક્સ બોલ્ડ થતાની સાથે જ ન્યૂઝિલેન્ડના ખેલાડીઓ ઉછળી રહ્યા હતા. ગ્રેન્ડહોમને સાબાશી આપી રહ્યા હતા. બીજી તરફ સ્ટોક્સ નિરાશ થઈને જઈ રહ્યો હતો. કારણ કે 277 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઈંગ્લિશ ટીમની શરૂઆત સારી રહી નહોતી અને તેની ચાર વિકેટ 69ના સ્કોર પર જ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં પહેલીવાર ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી રહેલો સ્ટોક્સ માત્ર 1 રન કરીને પેવેલિયન પરત ફરતા કીવી ટીમની જીતની આશા વધી ગઈ હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments