Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હવે નહીં બરાબર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા રાજ્યમાં શાળાઓ ખોલવા અંગે તબક્કાવાર નિર્ણય લેવાઈ રહ્યા છે. ધોરણ 12 અને કોલેજનું ઓફલાઈન શિક્ષણ કાર્યને મંજૂરી આપ્યા બાદ હવે સરકાર દ્વારા ધોરણ 9 થી 11ના વર્ગો ખોલવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
રાજ્યભરની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર તારીખ 26 જુલાઈ 2021થી શરૂ કરવાની મંજૂરી સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. 50 ટકા ક્ષમતા સાથે વર્ગો શરૂ કરી શકાશે. શાળામાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. શાળામાં વર્ગખંડમાં ઓફલાઈન શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે. ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે. ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021ને સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે.
Following the persistent drop in COVID-19 cases, CM Shri @vijayrupanibjp decides to allow reopening of schools for Std 9 to 11 students across the State from July 26 with 50% capacity, strict adherence of SoP and consent from the parents. pic.twitter.com/oWFI9S0swq
— CMO Gujarat (@CMOGuj) July 22, 2021
કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતાં કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનિક પ્રવૃત્તિઓ શાળા વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 26 જુલાઈ 2021થી શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે. એટલું જ નહીં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે.
ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે. રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરવા માટે પરવાનગી આપી હતી. હવે ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ઓફલાઈન રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે. કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને અન્ય સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત