Homeગુર્જર નગરીલોકડાઉનમાં સુરત રહેવા આવેલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાની સુરત ભાજપના કાર્યકર...

લોકડાઉનમાં સુરત રહેવા આવેલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાની સુરત ભાજપના કાર્યકર સામે ફરિયાદ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વધુ એક ભાજપના કાર્યકર (bjp worker) સામે દુષ્કર્મ (rape) અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. ઘટના સુરતની છે. સુરતમાં ભાજપના એક કાર્યકર વિરુદ્ધ યુવતી પર દુષ્કર્મ ગુજારી રૂપિયા પડાવી લેવાનો આરોપસર (alligation) ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતી લોકડાઉન દરમિયાન ગત વર્ષે વતનમાંથી સુરત રહેવા આવી હતી. આ સમયગાળા દરમિયાન પાડોશી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે સુરતના ઉધનાની ગાંધી કુટિર સોસાયટીમાં રહેતી યુવતીએ ભાજપના એક યુવા કાર્યકર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવતી ગત વર્ષે લોકડાઉન દરમિયાન વતનમાંથી સુરત રહેવા આવી હતી. યુવતીની સોસાયટીમાં જ રહેતા ભાજપના કાર્યકર યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં આ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેના ફોટા અને અને વીડિયો મોબાઈલ દ્વારા મંગાવ્યા હતા. બાદમાં સ્ક્રીનશોટ પાડીને યુવતીને બદનામ કરવાની ધમકી આપી તેની સાથે અવાર નવાર શરીર સુખ માણ્યું હતું.

ફરિયાદ પ્રમાણે આ યુવકે યુવતીને જાતિ વિષયક અપશબ્દો પણ કહ્યા હતા અને બદનામ કરવાની ધમકી આપી તેની પાસેથી 20 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા. આ મામલે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ વધારી છે.

બનાવની વિસ્તૃત વાત કરીએ તો, ઉધના વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમાં રહેતા એક પરિવારની યુવતી 2020માં લોકડાઉન દરમિયાન પોતાના વતનેથી સુરત રહેવા આવી હતી. તે દરમિયાન યુવતીના ઘરની સામે રહેતા અને ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભૂષણ વિજય પાટીલ નામના યુવકની નજર આ યુવતી પર પડી હતી. એક વર્ષ પહેલા આ યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં તેને લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી યુવકે યુવતીના ફોટો અને વીડિયો મોબાઈલમાં મંગાવ્યા હતા અને તેના સ્ક્રીનશોટ પાડી લઈ યુવતીને બદનામ કરવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. જેથી યુવતી આ યુવકને તાબે થઈ જતાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આરોપીએ અવારનવાર યુવતીને ધમકીઓ પણ આપી હતી અને યુવતીના પરિવાર સાથે ઝઘડો કરીને જાતિ વિષયક અપશબ્દો પણ કહ્યા હતા.

આરોપીએ યુવતીને ધમકી આપીને 20 હજાર રૂપિયા પણ પડાવી લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીએ ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભૂષણ વિજય પાટીલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભૂષણ વિજય પાટીલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે એસટી-એસસી સેલના મદદનીશ પોલીસ કમિશનર ઝાલાએ તપાસ આગળ વધારી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments