Homeદે ઘુમા કેIND VS ENG: ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત...

IND VS ENG: ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત થતાં પરત ફરવું પડશે સ્વદેશ

Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયાનો ઓફ સ્પીનર વોશિગ્ટન સુંદર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ભારત સિરીઝની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં કાઉંટી ઈલેવન તરફથી રમતી વખતે તે ઈજાગ્રસ્ત થયો છે. મેચના બીજા દિવસે મોહમ્મદ સિરાઝના બોલ પર તેની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું. આ પ્રવાસમાં શુભમન ગિલ અને આવેશ ખાન બાદ વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થનારો ત્રીજો ખેલાડી છે.

યુવા બોલર આવેશ ખાન પણ ડરહમમાં રમાઈ રહેલી આ પ્રેક્ટિસ મેચમાં ઈજાગ્રસ્ત થઈને સિરીઝ બહાર થઈ ગયો છે. કાઉંટી ઈલેવન તરફથી રમતી વખતે તેને હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. BCCIના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, હાં વૉશી (વૉશિંગ્ટન)ની આંગળી પર પણ આવેશની જેમ ફ્રેક્ચર છે. આવેશના અંગૂઠાનું હાડકું પોતાની જગ્યાએથી હટી ગયું. બંને ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે અને સ્વદેશ પરત ફરશે.

સૂત્રોનું માનીએ તો, તેને ફરીથી બોલિંગ ફેંકવામાં લગભગ પાંચ અઠવાડિયાનો સમય લાગી શકે છે જેથી તેનું અહીં રોકાઈ રહેવું એ કંઈ ફાયદો ન હતો. સિરાઝની શોર્ટ બોલ પર વોશિંગ્ટનની આંગળી પરની ઈજાની ગંભીરતાની જાણ તેને ત્યારે થઈ જ્યારે તેને પવેલિયનમાં ફર્યા બાદ અસહ્ય દુઃખાવો થયો. વોશિંગ્ટન અને આવેશ પહેલાં ટીમના નિયમિત સભ્યોમાં ન હતા પરંતુ નેટ બોલરમાં તે ટીમના અભિન્ન અંગ હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટમાં ડેબ્યૂ કરનારા ખેલાડીની ગમે ત્યારે પ્લેઈંગ ઈલેવનનમાં પણ જગ્યા બની શકે તેમ હતી.

ભારતીય ટીમમાં તેની જગ્યાએ સામેલ થનારા ખેલાડીના નામ ટૂંક સમયમાં જ જાહેર કરાશે. હવે એ જોવાનું રહેશે કે આવેશની જગ્યાએ નવદીપ સૈનીની પસંદગી કરાશે કે ભૂવનેશ્વર કુમારની. 24 વર્ષીય આવેશે અત્યાર સુધીમાં 26 પ્રથમ શ્રેણી મેચમાં 100 વિકેટ ઝડપી છે. કેટલાય લોકોનું માનવું હતું કે ઈંગ્લેન્ડ વિરુદ્ધની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં તેને ડેબ્યૂનો મોકો મળશે. જો કે, પ્રેક્ટિસ મેચ દરમિયાન થયેલી ઈજાએ લોકોની આ આશા પર પાણી ફેરવી દીધું છે

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments