Homeગુર્જર નગરીArvind Kejriwal Gujarat: કેજરીવાલની મોટી જાહેરાત, ખાનગી નોકરીમાં ગુજરાતના લોકોને 80 ટકા...

Arvind Kejriwal Gujarat: કેજરીવાલની મોટી જાહેરાત, ખાનગી નોકરીમાં ગુજરાતના લોકોને 80 ટકા અનામત

Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ચૂંટણીનો જોરદાર માહોલ જામ્યો છે. દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે, દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલ સતત રાજ્યની મુલાકાતે આવ્યા છે, તેમની સાથે પંજાબ સીએમ ભગવંત માન પણ અમદાવાદ મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, 80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશે.

ગુજરાતમાં એટલા આંદોલન કે આખું ગુજરાત રોડ પર છે. હું આજે ભરતી કેલેન્ડર જાહેર કરું છુ સરકાર બન્યા બાદ તલાટી, ટેટ ની પરીક્ષાઓ યોજાશે. જુલાઈ મહિનામાં શિક્ષકોને તેમના પસંદગી જિલ્લાઓમાં પોસ્ટિંગ મળશે. ઓક્ટોબર સુધી તમામ શિક્ષકોની ભરતી, 2023માં પોલીસ ભરતી, વેઇટિંગ લિસ્ટ દરેક પરીક્ષામાં જાહેર કરાશે. સરકારી ભરતીની પરીક્ષા આપવા માટે બસ ભાડું માફ હશે. જેવી સરકાર બનશે ભરતી ચાલુ કરાશે. કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં 20 હજાર મહોલ્લા ક્લિનિક ખોલવા પડશે. તેમાં 05 નોકરી ગણતા 01 લાખ નોકરી તો અહીં સર્જાશે. ગુજરાતમાં 21 પેપર લીક, 31 પેપર ઘોટાળા થયા અને ભાજપ વાળા મનીષ સિસોદિયાના ત્યાં રેડ કરે છે. હવે ભાજપનું પેપર ફોડવાનો વારો છે.

ગુજરાત પોલીસની નોકરી અંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, મે અહી જોયું કે કેટલાક પોલીસ જવાન વર્દીમાં છે અને કેટલાક સિવિલ ડ્રેસમાં છે. મને જાણવા મળ્યું કે, વર્દીવાળા પોલીસ કાચી નોકરી વાળા છે. સિવિલ ડ્રેસવાળા પાક્કી નોકરી વાળા છે. માને કહ્યું, શિક્ષક દેશના બાળકોનું ભવિષ્ય ઘડે છે. ગુજરાતના શિક્ષકોનું જ ભવિષ્ય સુરક્ષિત નથી. ભાજપવાળાઓને પણ બેરોજગારીનો અનુભવ કરાવો. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને મંત્રી બનતા સમયે લેવાતી શપથ પણ બદલવી જોઈએ. શપથમાં બધું ગુપ્ત રાખવાનું કહેવાય છે, વોટસએપના જમાનામાં ગુપ્ત શેનું ? અંગ્રેજોએ 200 વર્ષમાં નથી લૂંટ્યો એટલો આઝાદી પછી આપડા જ લોકોએ દેશને લૂંટ્યો છે. ભગતસિંહના સ્વપ્નની આઝાદી આપણને મળી જ નથી. આમ આદમી પાર્ટી પ્રજા વચ્ચે જઈ પ્રજાની સમસ્યા સાંભળે છે જ્યારે ભાજપ વાળા ફક્ત તેમના મનની વાત રજૂ કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments