Homeગુર્જર નગરીNavratri 2022: નવરાત્રી અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, પોણા 12 વાગ્યે...

Navratri 2022: નવરાત્રી અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, પોણા 12 વાગ્યે PCR આવે તો મને ફોન કરજો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતની ઓળખ ગરબા છે. એક દિવસ બાદ નવરાત્રી મહોત્સવ શરુ થઈ રહ્યો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, તમામ ગરબાની અંદર આ વખતે ગણેશ વિસર્જન જેવી જ વ્યવસ્થા કરવામાં આવશે. સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે કે કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન થાય. 12 વાગ્યા સુધી તમામ ને ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે. જો પોણા 12 વાગ્યે પણ કોઈ પીસીઆર આવે તો મને ડાયરેકટ ફોન કરજો.

સુરતીઓ ગરબા રમી ને ખાણી પીણી વગર ઘરે પાછા ન ફરી શકે એટલે લારીઓ ખુલ્લી રાખવા પણ પરમીશન અપાઈ છે. આ વર્ષે કોઈપણ પ્રકારની અડચણ નહીં થાય તેવી વ્યવસ્થા કરવાની ખાતરી આપું છું. ગરબા એ માત્ર મોજમસ્તી માટે નથી થતા તે આપણી આસ્થા નું કેન્દ્ર છે. આપણી સંસ્કૃતિ જળવાય તે રીતે જ ગરબાનું આયોજન થાય તેવી આશા છે.

મહામારીના કારણે 2 વર્ષથી ઉજવણી નથી થઈ

છેલ્લા બે વર્ષથી નવરાત્રીના તહેવારની ઉજવણી મહામારીના લીધે થઈ ન હતી. આ વર્ષે નવરાત્રની ઉજવણી બાબતે કોઈ નિયંત્રણ તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું નથી. તેવામાં ખૈલયાઓ ગરબે ઝુમવા માટે કોઈ કચાશ રાખવાના મુડમાં નથી. ગઈકાલે જ રાજ્યગૃહ મંત્રી દ્વારા 12 વાગ્યા સુધી રાજ્યમાં લાઉડ સ્પીકર વાગાડી શકવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આજે વધુ એક જાહેરાત નવરાત્રીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી પણ ખાણીપીણીની દુકાનો ચાલુ રાખી શકાશે

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી પણ ખાણીપીણીની દુકાનો ચાલુ રાખી શકાશે. જેથી કરીને હવે ખૈલાયાઓ ગરબા રમ્યા બાદ પોલીસની રોકટોક વગર ખાણી પીણીનો આંનદ માણી શકશે. ગઈકાલે જ ગૃહમંત્રી દ્વારા લાઉડ સ્પીકર અંગે જાહેરાત કરવામાં આવી હતી. જોકે રાજ્ય સરકારના નિર્ણયના કારણે હાલ ખૈલયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સાથે જ ખાણીપીણીના ધંધાર્થીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. આ વર્ષે હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ લો પ્રેશર સજાર્યું છે જેની અસર ગુજરાતમાં થતાં નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments