Team Chabuk-Gujarat Desk: ભારત સરકારના સાંસ્કૃતિક હસ્તકનાં રાજા રામમોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડશન કલકત્તા તેમજ રાજય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં ગ્રંથાલય ખાતુ ગાંધીનગરના ગ્રંથાલય નિયામક ડો. પંકજ ગૌસ્વામી અને મદદનીશ ગ્રંથાલય નિયામક ભાવનગર આર.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ ખાતે રાજા રામમોહન રોયની 250 મી જન્મજયંતી નિમિતે સ્ત્રી સશક્તિકરણની 200 વિધાર્થીનીઓની રેલી કે.જી.ચૌહાણ સ્કુલથી અક્ષરમંદિર સુધી નીકળી હતી. આ રેલીને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર અને જિલ્લા યુવા વિકાસ અધિકાર નીતાબેન વાળાએ રેલીને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં અંધજન મંડળ, જૂનાગઢ દ્રારા બાળાઓએ નૃત્ય કરી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા, તેમજ રાજા રામમોહન રોય દ્રારા કરેલા મહત્વના પૈકી સતી પ્રથા, બાળ લગ્ન, વિધવા પુન:લગ્ન, સ્ત્રીનાં શિક્ષણનો હક જેવા અગત્યના આબેહુબ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા હતા. વેશભુષા માં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, કલ્પના ચાવલા, ઝાંસીની રાણી, ક્રિકેટર, મધર ટેરેસા, ભારતમાતા, તેમજ વિધાર્થીઓ દ્રારા મિલેટ્રી, તેમજ ડોકટરના ડ્રેશ પહેરીને કાર્યક્ર્મમાં ભાગ લીધો હતો.
વિશેષ કાર્યક્રમમાં રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય ગ્રંથપાલ જે.કે.ચૌધરી વડોદરા, મદદનીશ ગ્રંથપાલ નિયામક ભાવનગર આર.ડી.પરમાર તથા કે.જી ચૌહાણ સ્કુલના આચાર્ય રમાબેન ઉપસ્થીત રહ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.15/08/2021 થી 15/08/2022 સુધી સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢમાં કુલ 15 કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેના લીધે મહાનગરપાલિકા જૂનાગઢ મેયર ગીતાબેન પરમાર દ્વારા સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢને સન્માનપત્ર આપવામા આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રંથપાલ મહેશભાઇ પરમાર દ્રારા કરવામા આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
