Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હાલ નોનવેજ (non veg) અને ઈંડાની (egg) લારીઓને મુખ્યમાર્ગો, મંદિરો જેવા સ્થળો પરથી દૂર કરવાનો મુદ્દો ચર્ચામાં છે. રાજકોટના મેયર પ્રદિપ ડવે રાજકોટમાં નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવાના લીધેલા નિર્ણય બાદ એક પછી એક શહેરોમાં તંત્ર દ્વારા લારીઓ હટાવવા માટે આદેશ જાહેર કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) મહત્વનું નિવેદન (statement) આપ્યું છે. આ અંગે સ્પષ્ટતા કરતાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વેજ-નોનવેજની કોઈ વાત નથી. ટ્રાફિકમાં કે લોકોને અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ ખાતે પોતાના સંબોધનમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જેને જે ખાવું હોય તે ખાય એમાં સરકાર કોઈ હસ્તક્ષેપ ન કરે. જેમને જે ભાવતું હોય તે ખાય તેમાં સરકાર ક્યારેય પણ હસ્તક્ષેપ કરવા માંગતી નથી. પરંતુ રોડમાં અડચણરૂપ લારીઓ હોય તેને હટાવવાની જવાબદારી સ્થાનિક તંત્ર અને ત્યાર બાદ સરકારની છે. જેથી આવી લારીઓ હટાવવામાં આવશે. આ અંગેની વૈકલ્પિક જગ્યાઓ આપવી સરકારની જવાબદારી નથી. પરંતુ ટ્રાફિકને નડશે તેવી તમામ લારીઓ અને બાંધકામો હટાવવામાં આવશે. તેમાં વેજ-નોનવેજ કે જાતી ધર્મ જોઈને આ કાર્યવાહી નહીં થાય. માત્ર અગવડતા જોઈને કાર્યવાહી થશે.
મહત્વનું છે કે, આજે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ મહત્વનો આદેશ બહાર પાડ્યો છે અને અમદાવાદના જાહેર માર્ગો, મંદિરો, શાળા-કોલેજ, બગીચાઓની આસપાસ ક્યાંય પણ નોનવેજ કે ઈંડાની લારી ન રાખવા આદેશ આપ્યો છે. આ નિયમ આવતીકાલ મંગળવારથી જ લાગુ પડી જશે. અને જો કોઈ લારી ધ્યાને પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ અમદાવાદ મહાનગરપાલિકાએ કહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
