Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થયા બાદ નવા મંત્રીઓ અને મુખ્યમંત્રીઓના સન્માન માટે વિવિધ જગ્યાએ સન્માન સમારોહ યોજાઈ રહ્યા છે. નવા બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અલગ અલગ જગ્યાએ સન્માન સમારોહમાં હાજરી આપી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સંબોધનમાં ઘણી વખત સામે બેઠેલા લોકોને રમૂજ થાય તે પ્રકારે પણ સંબોધન કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે મહેસાણામાં પણ આજે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રમૂજી સ્વભાવ જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણા જિલ્લાના સાલડી ગામની મુલાકાતે હતા. ત્યાં તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સાલડી ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના રમૂજી સ્વભાવમાં અધિકારીઓને ટકોર કરતાં કહ્યું હતું કે, અહીં વિકાસ બરાબર કરજો આ ગામ મારું સાસરું છે. મુખ્યમંત્રીની આ હળવી રમૂજભરી ટકોર સાંભળીને હાજર લોકોના મોં પર પણ સ્મિત રેલાઈ ગયું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાલડી ગામની મુલાકાત આજે મુલાકાત કરી હતી. સાલડી ગામમાં સન્માન સમારોહ બાદ ભુપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના અધિકારીઓને હળવી ટકોર કરી હતી. તેમણે કહ્યુ હતું કે, અહી વિકાસ બરાબર કરજો. આ ગામ મારુ સાસરું છે. આગળ તેમણે કહ્યું હતું કે, ધર્મનો માર્ગ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ છે. જે વ્યક્તિ ધર્મના રસ્તે ચાલે છે, તે ખૂબ આગળ જાય છે. આપણી ભાષા તો પટેલની. ઘણી વાર ગામડામાં સાંભળવા મળે કે જવા દે ને, કરોડપતિ છે પણ છૂટતું નથી. પાચીયું ય છૂટે નહીં એવા લોકો માટે મને થાય કે પૈસા ભેગા કરીને કરશે શું.
ગઈકાલે ભરૂચમાં યોજાયેલા ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમાં તેમણે કહ્યુ હતું કે, નવા મંત્રીમંડળમાં નવા આવ્યા હોય એટલે ઉત્સાહ હોય. ધીરે ધીમે આજુબાજુથી લાફા પડે તેમ કામ ઉતરતું જાય. પણ મને વિશ્વાસ છે કે તમે મને લાફો નહીં મારો, પણ શીખવાડશો કે આવું કરવું જોઈએ. સારું કામ થશે તેવો મારો વિશ્વાસ છે. મારા પહેલાના મિત્રોએ ગુજરાતને એક લેવલ પર પહોંચાડ્યું છે. હવે ગાંધીનગરને પણ આપણે જીત્યું છે. અમારી હજુ શરૂઆત છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત