Homeગામનાં ચોરેપહેલા કૂકર સાથે લગ્ન કર્યા અને પછી છૂટાછેડા એટલા માટે આપ્યા, કારણે...

પહેલા કૂકર સાથે લગ્ન કર્યા અને પછી છૂટાછેડા એટલા માટે આપ્યા, કારણે કે ભાત સિવાય કશું બનાવી નહોતી શકતી

Team Chabuk-National Desk: ઈન્ડોનેશિયાના એક વ્યક્તિએ પ્રેશર કૂકર સાથે લગ્ન કર્યા હતા. ખોઈરુલ અનમ નામના આ અજીબ યુવકે ફેસબુક પર પોતાની લગ્નની તસવીરો શેર કરી હતી. જેમાં તે ઈન્ડોનેશિયાઈ વરરાજાનો પોશાક પહેરી નજરે આવી રહ્યો છે. અનમની પત્ની અર્થાત્ પ્રેશર કૂકરને પણ વધૂ બનવાની તક મળી હતી અને તેનો પણ દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો હતો. કૂકર સફેદ ઘૂંઘટમાં લપેટાયેલું હતું. અન્ય એક તસવીરમાં અનમ લગ્નની વિધિ કરતો અને ત્રીજી તસવીરમાં પત્ની કૂકરને ચુંબન કરતો દેદિપ્યમાન થાય છે.

અનમે વેવિશાળ માટેના કાગળો પર હસ્તાક્ષર કરતી તસવીર પણ શેર કરી હતી. પોતાની પત્નીના ગુણોના વખાણ કરતા આ ભરથારે લખ્યું કે, ‘સુંદર, આજ્ઞાકારી, પ્રેમાળ અને ભોજન બનાવવામાં ઉસ્તાદ.’ એ પછી આ લગ્નની તસવીરો ફેસબુક પર વાઈરલ કરી દેવામાં આવી. જોકે અનમનું લગ્નજીવન સુખેથી નહોતું વિત્યું અને તેને ટૂંક સમયમાં જ પત્ની કૂકર સાથે છૂટાછેડા લેવા પડ્યા હતા. પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવાનું અનમે કારણ એ આપ્યું છે કે, તે ભોજનમાં ફક્ત ભાત બનાવી શકે છે.

advertisement-1

અનમના આ લગ્ન માટે મનોરંજનનું માધ્યમ બની ચૂક્યા છે. સ્થાનિક મીડિયાની માનવામાં આવે તો અનમના લગ્ન અને છૂટાછેડા એક પબ્લિસિટી સ્ટન્ટ સિવાય કશું નથી. અનમ ઈન્ડોનેશિયાની એક ચર્ચિત વ્યક્તિ છે. જે વારંવાર આ પ્રકારની હરકતો દ્વારા લાઈમલાઈટમાં આવ્યા રાખે છે. અનમના નકલી લગ્નનો સ્ટન્ટ પણ લોકપ્રિય થઈ ચૂક્યો છે.

advertisement-1

આ પ્રમાણે જ બ્રાઝીલની સાઓ પાઉલોની એક મોડલ ક્રિસ ગેલેરાએ એકલા જીવન વિતાવવાનો નિર્ણય લીધો હતો. તે આત્મનિર્ભર બની ગઈ હતી. જ્યારે લગ્નની વાત આવી ત્યારે તેણે ચર્ચમાં જઈ સ્વયંની સાથે જ પ્રભુતામાં પગલા માંડી લીધા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments