Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરના પોશ ગણાતા નાના મવા રોડ પર સયાજી હોટેલની પાછળના ભાગે આવેલા TRP ગેમ ઝોનમાં આગ લાગતાં 28 નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે. શનિવારની સાંજ રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે કાળ બનીને આવી હતી. આ મામલે અનેક મોટા નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. ઘટનાની ગંભીરતા જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તાબડતોબ રાજકોટ પહોંચ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમણે ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા.
મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના પહોંચી નિરક્ષણ કર્યું હતું. મોડી રાત્રીના હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું. હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે. હજુ કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત્ છે. આખીરાત કાટમાળ તોડવાનું કામગીરી ચાલી હતી. સત્તાવાર રીતે 28 જેટલા મૃતદેહો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જેમાંથી મોટાભાગના મૃતદેહના ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ મૃતદેહની ઓળખ થઈ શકશે.

રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે. આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.
TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત