Team Chabuk-Gujarat Desk : રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુઆંક 25થી ઉપર પહોંચી ગયો છે. હજુ પણ તેમાં વધારો થવાની શકયતા સેવાઈ રહી છે. બીજી તરફ ફાયર વિભાગ હાલ પુરજોશમાં રેસ્કયુ ઓપરેશન ચલાવી રહ્યું છે. આ ઘટના અંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ જવાબદારોને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
રાજકોટ શહેરના નાના મવા રોડ ઉપર આવેલ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. આ આગમાં 25 લોકોના મોત થયા છે અને 15 વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હજુ પણ ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. વધુમાં જે મૃતદેહો મળ્યા છે તે તમામ બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે કે, રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે. સાથે જ રાજ્ય સરકારે આ દુર્ઘટના બાદ રાજ્યના તમામ ગેમ ઝોન જ્યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરવા આદેશ આપ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત