Homeગુર્જર નગરીવડોદરાઃ ભાજપના મહિલા કોર્પોરેટરે લારી ઉભી રાખવા 1 હજાર રૂપિયા માંગ્યાનો આરોપ,...

વડોદરાઃ ભાજપના મહિલા કોર્પોરેટરે લારી ઉભી રાખવા 1 હજાર રૂપિયા માંગ્યાનો આરોપ, કોર્પોરેટરે આરોપ ફગાવ્યા

Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરના ભાજપના મહિલા કોર્પોરેટર છાયા ખરાદી વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. લારીધારકે મહિલા કોર્પોરેટર છાયા ખરાદી સામે 1 હજાર રૂપિયા માંગ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગેનો વીડિયો વાઈરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. વડોદરા શહેરના કારેલીબાગના અમિતનગર નજીક લારીધારક પાસે લારી ઉભી રાખવા માટે ભાજપના મહિલા કોર્પોરેટર છાયા ખરાદીએ એક હજાર રૂપિયા માંગ્યા હોવાનો આરોપ લગાવતો વીડિયો વાઈરલ થયો છે.

લારીધારકે વોર્ડ નંબર ત્રણના ભાજપના મહિલા કોર્પોરેટર છાયા ખરાદી પર ગંભીર આરોપ લગાવ્યા છે. લારીધારકે જણાવ્યું છે કે, ભાજપના મહિલા કોર્પોરેટર છાયાબેન ખરાદી લારી પર આવીને કોઈ કાર્યક્રમ માટે નાસ્તો લઈ ગયા હતા અને તેમણે મારી પેસ એક હજાર રૂપિયા માંગ્યા હતા. પરંતુ મેં રૂપિયા આપવાની ના પાડતાં તેમણે લારી ઉઠાવી લેવાની ધમકી આપી હતી.

હાલ સોશિયલ મીડિયામાં આક્ષેપ લગાવતો લારીધારકનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં લારી ચાલક યુવક મહિલા કોર્પોરેટર પર આરોપ લગાવતા જણાવી રહ્યો છે કે 2 મહિના પહેલા વોર્ડ.3ના ભાજપ કોર્પોરેટર છાયાબેન ખરાદી મારી લારી પર આવ્યા હતા અને તેઓએ મને ધમકાવીને કહ્યું હતું કે તે અહીંયા કોને પૂછીને લારી લગાવી છે તેમ કહીને ધમકાવ્યો હતો. 

એટલું જ નહીં, લારી ચાલક યુવકે વીડિયોમાં જણાવ્યું છે કે તેઓએ મને એક કાર્ડ આપીને ઘરે મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ હું કાર્ડ લઈને તેમના ઘરે પહોંચતા મારો ફોન બહાર મૂકાવી ઘરની અંદર પ્રવેશ આપ્યો અને અંદર છાયાબેન ખરાદીએ મને કહ્યું હતું કે લારી મૂકવી હોય તો 1 હજાર આપવા પડશે. 

લારી ચાલક યુવકે વીડિયોમાં પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, અગાઉ પણ ભાજપના મહિલા કોર્પોરેટર છાયાબેન ખરાદી લારી પર આવીને કોઈ કાર્યક્રમ માટે નાસ્તો લઈ ગયા હતા. પરંતુ મને રૂપિયા આપ્યા નહોતા. રૂપિયા માંગવા ઘરે ગયો તો માત્ર 100 રૂપિયા આપ્યા હતા. વધુ રૂપિયાની માંગણી કરતા તેઓએ લારી ઉઠાવડાવી લેવાની ધમકી આપી આપી હતી, અને ધમકી આપતા જણાવ્યું હતું કે 1000 રૂપિયા નહિ આપે તો ધંધો બંધ કરાવી દઈશ.

આ ઘટના અંગે છાયાબેન ખરાદીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આજુબાજુની સોસાયટીના લોકોએ મને રજૂઆત કરતા હું ત્યાં ગઈ હતી અને મેં કોઈ રૂપિયાની માંગણી કરી નથી. અગાઉ મેં નાસ્તો લીધો હતો તેના રૂપિયા પણ મેં ચૂકવી દીધા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments