Homeગુર્જર નગરીમુખ્યમંત્રીના જન્મદિવસે સંવેદના દિવસ ઉજવાયો, કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને 2 હજાર...

મુખ્યમંત્રીના જન્મદિવસે સંવેદના દિવસ ઉજવાયો, કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને 2 હજાર રૂપિયાની સહાયનો પ્રારંભ

Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજકોટ ખાતેથી સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત કોરોના મહામારીમાં કોઈપણ એક વાલી ગુમાવનાર 3963 બાળકોને મહિને રૂ. 2 હજારની સહાય સીધી જ બેંકમાં જમા કરવાના સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિજય રૂપાણીની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ અવસરે રાજ્યવ્યાપી સેવા સેતુના કાર્યક્રમોનો રાજકોટ ખાતેથી મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીના 65મા જન્મદિવસે રાજકોટમાં મુખ્યમંત્રીની હાજરીમાં કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ માટે રૂપિયા 50 હજાર સુધીની સહાય ચૂકવવાના જેએમ ફાઇનાન્સ અને રાજ્ય સરકાર વચ્ચે સેવાકીય એમઓયુ થયા. ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજનાનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. બહેનોને સમાજની મુખ્ય ધારામાં જોડવા રૂપિયા 50 હજારની સહાય અપાશે

રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાની સગવડતા અંગેની મોબાઇલ એપનું લોન્ચિંગ સેવા સેતુ અને રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના સહાય અને લાભો લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરાયા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે કોરોના વૉરિયર્સનું સન્માન, ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ અંતર્ગત બાળકોને સહાય, વ્હાલી દીકરી યોજના હેઠળ સહાય,વિચરતી જાતિને પ્લોટ ફાળવણી સનદ,ગંગા સ્વરૂપા આર્થિક સહાય, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના,સાત ફેરા સમૂહ લગ્ન હેઠળ સહાય,પાલક-પિતા યોજના સહાય,મોબાઈલ રિપેરિંગ સહાય, દિવ્યાંગ સહાય, કોરોના વૉરિયર્સના પરિવારના સભ્યને રૂ.25 લાખની ચેક સહાય સહિત અંદાજે કુલ રૂ.4.75 કરોડની સહાય ચૂકવાઈ હતી.

રાજ્યભરમાં સંવેદના દિવસ અન્વયે યોજાનારા સેવાસેતુ સહિતના કાર્યક્રમોમાં નાના, સામાન્ય વર્ગના, ગરીબ, વંચિત લોકોને દિવ્યાંગ, વૃદ્ધો અને કોરોનામાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર અનાથ બાળકોને વિવિધ લાભ- સહાય આપવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે સેવા સેતુ હેઠળ યોજાયેલ વિવિધ હેલ્પ ડેસ્કની મુલાકાત કરીને અપાતી વિવિધ 57 જેટલી સેવાઓની માહિતી મેળવી લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments