Team Chabuk-Sports Desk: પરમ દિવસે સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન હર્ષલ ગિબ્સના કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ વિવાદમાં આવ્યું હતું. હર્ષલ ગિબ્સે ટ્વીટર પર જણાવ્યું હતું કે BCCI તેને કાશ્મીર પ્રિમિયર લીગમાં રમવાની ના પાડી રહી છે. આ નિવેદન તેને તેના પૂર્વ સાથી ખેલાડી અને સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે કહ્યું ત્યારે તેણે ફેન્સને જણાવ્યું હતું.
હવે આ મુદ્દા પર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને પત્ર લખી જણાવ્યું છે કે તેઓ કાશ્મીર પ્રિમિયર લીગને માન્યતા ન આપે. પાકિસ્તાનનાં ઘર આંગણે રમાવા જઈ રહેલી ટી ટ્વેન્ટી ટૂર્નામેન્ટ 6 ઓગસ્ટના રોજથી શરૂ થઈ રહી છે. ઈએસપીએન-ક્રિક-ઈન્ફોની રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈએ કેપીએલનું આયોજન ન કરવામાં આવે, આ અંગેનો પત્ર આઈસીસીને લખ્યો છે.
આ પહેલા શનિવારના રોજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના આંતરિક મામલાઓમાં દખલગિરી કરવા બદલ બીસીસીઆઇ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ એ રિપોર્ટમાં સામેલ હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ કેટલાક વિદેશી ખેલાડીઓને લીગમાં સામેલ થતાં રોકી રહ્યું છે. જે પહેલા આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હર્ષલ ગિબ્સનું નિવેદન સોશિયલ મીડિયા પર વાઈરલ થયું જ હતું. ઓનલાઈન લખેલા આ નિવેદનમાં ગિબ્સે કહ્યું હતું કે, ‘મને એવું કહેવામાં આવ્યું છે કે કાશ્મીર પ્રિમિયર લીગમાં જો હું રમું તો મને ક્રિકેટ સંબંધિત કોઈ પણ કામ માટે ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવે.’
તો હવે બીસીસીઆઈએ પણ આ મામલે આઈસીસીનો દરવાજો ખટખટાવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ફરિયાદના આધાર પર કાશ્મીરની સ્થિતિને વિવાદિત ક્ષેત્રના રૂપમાં માનવામાં આવે છે. બીસીસીઆઈએ તર્ક આપતા કહ્યું છે કે શું આ ક્ષેત્રમાં ક્રિકેટ મેચનું આયોજન કરી શકાય, જે બંને દેશોની વચ્ચે લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યું હોય.
તો બીજી બાજુ ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી મોન્ટી પાનેસરે આ લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેણે કહ્યું હતું કે, ‘કેપીએલમાં રમવાની તક મળી અને મને લાગે છે કે હું આવનારા સમયમાં પાછો રમી શકું છું. જોકે મને સલાહ આપવામાં આવી છે કે બીસીસીઆઈએ એ ખેલાડીઓને પરિણામ ભોગતવાની ચેતવણી આપી છે જેઓ કાશ્મીર પ્રિમિયર લીગમાં રમશે. હું સ્પોર્ટ્સ મીડિયામાં મારું કરિયર શરૂ કરવા માગુ છું અને ભારતમાં કામ કરવા ઈચ્છું છું. જેથી મેં વિચાર્યું કે કાશ્મીર પ્રિમિયર લીગમાં ન રમવું એ જ હિતદાયક રહેશે. હું ક્રિકેટ અને રાજનીતિની વચ્ચે નથી આવવા માગતો.’
Former England cricketer @MontyPanesar pulls out of Kashmir Premier League after threats from the #BCCI and in order to stay eligible to work in India in the future.
— Farid Khan (@NotFareed) August 1, 2021
Extremely sad to know about this. A sportsman should be free to play and work anywhere!#KPL2021 pic.twitter.com/zOvQZ8uruT
ઈંગ્લેન્ડના પૂર્વ સ્પીનરે વધુમાં કહ્યું કે, ‘હું એક ખેલાડી છું, હું લીગને ધીમે ધીમે રમવા અને ફરી ક્રિકેટ શરૂ કરી પરત ફરવાની તકની રીતે જોતો હતો. જોકે પરિણામ વિચાર્યા બાદ મારા માટે કેપીએલમાં રમવું એ જોખમભર્યું છે. જેથી લીગમાં મારું ન રમવું જ સૌથી સારું છે. કેપીએલને લઈ મને કહેવામાં આવ્યું છે કે સુરક્ષાની ચિંતા ન કરો. આના થકી ક્રિકેટને પ્રોત્સાહન મળશે. હું ભારત અને પાકિસ્તાનનાં વિવાદની વચ્ચે આવવા નથી માગતો. હું બસ એ જ ઈચ્છું છું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધો સૂમેળ ભર્યા રહે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત