Homeગુર્જર નગરીરાજકોટ ખાતે 232.50 કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત

રાજકોટ ખાતે 232.50 કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત

Team Chabuk-Gujarat Desk: રાજકોટ ખાતે કરોડોના વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરનો સામનો કરવા માટે રાજ્યસરકાર સંપૂર્ણ સજ્જ અને સજાગ છે. તથા પ્રતિદિન 3 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમાં નાગરિકોના સહકારની મુખ્યમંત્રીએ કામના સેવી હતી.

વિકાસની ગતિને અવિરત રાખવાના રાજ્ય સરકારના પ્રયત્નોને ઝાંખી રજૂ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કોરોના અટકાયત કામગીરી સાથે સમાંતર રીતે વિકાસ કામોની ગતિ પણ અવિરતપણે ચાલુ રાખી છે. મુખ્યમંત્રીએ સગૌરવ ઉમેર્યું હતું કે, કોરોનાના છેલ્લા દોઢ વર્ષના કપરા કાળમાં પણ રાજ્ય સરકારે અંદાજે રૂ. 30 હજાર કરોડથી વધુ રકમના વિકાસ કામો રાજ્યની જનતાને સમર્પિત કર્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના કેન્દ્ર સમા રાજકોટને જરૂરિયાત મુજબની આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવાનો સંકલ્પ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનો બીજો વેવ લગભગ નિયંત્રિત થઈ ગયો છે અને કેસોમાં ઘટાડો આવી રહ્યો છે ત્યારે લોકોએ પણ આગળ આવીને વેક્સિનેશન અવશ્ય કરાવવું જ જોઈએ.

આજે પ્રારંભ થયેલા વિવિધ વિકાસ કામોની ભૂમિકા વિશે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમાવિષ્ટ કરાયેલા પાંચ રાજ્યો પૈકી ગુજરાત એક માત્ર રાજ્ય એવું છે જેણે આ પ્રોજેક્ટને નિયત સમયગાળામાં કાર્યરત કરવા માટે ખૂબ મહેનત કરી છે, જેના પરિણામ સ્વરૂપે આજે આપણે લોકોને લાઈટ હાઉસ પ્રોજેક્ટ અન્વયે બનાવાયેલા મકાનો સોંપી શક્યા છીએ. આ બદલ મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે રૂ. 232.50 કરોડના વિવિધ પ્રોજેક્ટસનું ઇ-લોકાર્પણ કર્યું હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. 118 કરોડના ખર્ચે બનેલા લાઈટ હાઉસ પ્રોજેક્ટના આવાસ યોજનાનો ઇ-ડ્રો,  રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂપિયા 67.63 કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઈ ડ્રો, રૂ. 37.69 કરોડના ખર્ચે જુદા જુદા વોર્ડમાં થનારા વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત અને રૂ. 9.18 કરોડના ખર્ચે રૂડા વિસ્તારમાં થનારા વિકાસકામોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments