Homeગામનાં ચોરેવડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધનઃ 21 જૂનથી તમામ રાજ્યને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત

વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધનઃ 21 જૂનથી તમામ રાજ્યને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત

Team Chabuk-National Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારની સાંજે લાઈવ થઈને દેશને સંબોધન કર્યું હતું. કોરોના મહામારી, વેક્સિનેશન જેવા અલગ અલગ મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની વાત દેશ સમક્ષ રાખી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન મહત્વની જાહેરાત કરી હતી કે આગામી 21 જૂનથી દેશના તમામ રાજ્યને વેક્સિન ફ્રી આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના મહત્વના મુદ્દાઓ

  • કોરોનાની બીજી વેવ સાથે ભારતની લડાઈ ચાલુ છે. અનેક દેશોની જેમ ભારત પણ પીડાથી ઝુંઝી રહ્યુ છે. કોરોનામાં પરિવારજન ગુમાવ્યા હોય તેવા પરિવાર સાથે મારી સંવેદના.
  • 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી છે. આધુનિક વિશ્વએ આવી મહામારી જોઈ ન હતી. અનેક ક્ષેત્રમાં આપણો દેશ સાથે લડ્યો છે.
  • કોવિડ હોસ્પિટલ બનાવી, વેન્ટીલેટર બનાવ્યા ટેસ્ટીંગ લેબો બનાવી, દેશમાં એક નવું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચક બનાવવામાં આવ્યુ.  એપ્રિલ અને મે માસમાં મેડિકલ ઓક્સિજનની જરૂર વધી.
  • ભારતના ઈતિહાસમાં આટલા મેડિકલ ઓક્સિજનના જથ્થાની જરૂર પડી ન હતી. દુનિયાના દરેક ખુણેથી આપણે જરૂરી સામગ્રી પૂરી પાડી. જરૂરી દવાઓ માટે આપણે જરા પણ કચાસ ન રાખી.
  • અત્યાર સુધી 23 કરોડ નાગરિકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે.
  • આપણા વૈજ્ઞાનિકો પર પૂરો વિશ્વાસ હતો. દેશમાં જ વેક્સિન બનાવવાથી ફાયદો થયો. દેશમાં સાત કંપની વેક્સિન બનાવી રહી છે ત્રણ અન્ય વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે.
  • કોરોનાના ગણ્યા ગાંઠ્યા કેસ હતા ત્યારથી આપણે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. વેક્સિન બનાવતી દેશી કંપનીઓને સરકારે સપોર્ટ કર્યો. વેક્સિન કંપનીઓને ફંડ આપવામાં આવ્યું. હજારો કરોડ રૂપિયા કંપનીઓને ઉપલબ્ધ કરાવ્યા. 3 કંપનીની વેક્સિન ટ્રાયલ એડવાન્સ સ્ટેજ પર છે. અન્ય દેશોમાંથી પણ વેક્સિન ખરીદવાની પ્રક્રિયા તેજ કરાઇ છે.
  • વેક્સિનેશન ઉપલબ્ધ કરાવવા માટે વિદેશી કંપનીઓનો સંપર્ક કરાયો છે. કેટલાક વૈજ્ઞાનિકોએ બાળકો માટે પણ ચિંતા જાહેર કરી છે. હાલ આપણા દેશમાં નેઝલ વેક્સિન પર પણ કામ ચાલુ છે. વેક્સિનેશનની તમામ જવાબદારી કેન્દ્ર સરકારીની છે. આગામી 2 સપ્તાહમાં નવા નિર્ણયો લાગુ કરીશુ.
  • ભારત સરકાર રાજ્યોને મફતમાં વેક્સિન આપશે.  દેશની કોઈ પણ રાજ્ય સરકારને કંઈ ખર્ચ નહી કરવાનો રહે. 21 જૂનથી જ દેશના તમામ રાજ્યોને ફ્રીમાં વેક્સિન આપીશુ. કુલ વેક્સિન ઉત્પાદનનો 75 ટકા ભાગ કેન્દ્ર સરકાર ખરીદશે. રાજ્ય સરકારોએ વેક્સિન માટે કંઇ ખર્ચ નહી કરવો પડે. રાજ્યોએ વેક્સિન માટે કોઈપણ ખર્ચ કરવાનો નથી.
  • પ્રાઇવેટ હોસ્પિટલ વેક્સિનનો 25 ટકા ભાગ ખરીદી શકશે. જે વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં વેક્સિશન લગાવવા માગે છે તેમની પણ વ્યવસ્થા નિર્ધારિત કિંમત પર વધુ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે.
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદ્દત વધારાવામાં આવી. દિવાળી સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લાગુ રહેશે. 80 કરોડ લોકોને મફતમાં અનાજ મળશે. કોઈ પરિવારને ભૂખ્યા નહીં સુવા દઈએ.
  • કેટલાક વિસ્તારોમાં ભ્રમ અને અફવા જોવા મળી રહી છે. કેટલાક લોકો ભ્રમ ફેલાવવા લાગ્યા હતા. ભારતમાં વેક્સિનો આવી ત્યારે શંકા-આસંકાઓને વધારે વેગ અપાયો. ભ્રમ ફેલાવતા વેક્સિન નિર્માતાઓનો ઉત્સાહ તોડવા પ્રયાસ થયો. અલગ-અલગ પ્રકારના તર્ક લગાવવામાં આવ્યા. વેક્સિન મુદ્દે આશંકા કરનાર લોકોના જીવ સાથે રમી રહ્યાં છે.
  • જે લોકો રસી મુદ્દે આશંકાઓ ઉભી કરી રહ્યા છે તેઓ જીવન સાથે રમી રહ્યા છે. આવા ભ્રમ ફેલાવનારાઓથી દૂર રહો. રસીકરણ મુદ્દે જાગૃતિ ફેલાવવામાં સહયોગ કરો.
  • રાજ્યોમાં હાલ કેટલીક છૂટછાટ પણ અપાઈ રહ્યો છે. હજુ આપણી વચ્ચેથી કોરોના ગયો નથી. ભારત કોરોનાથી જીતશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments