Homeગુર્જર નગરીVIDEO: રસીકરણ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાન્ય નાગરિક જેમ જ રજિસ્ટ્રેશન કરાવ્યું

VIDEO: રસીકરણ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાન્ય નાગરિક જેમ જ રજિસ્ટ્રેશન કરાવ્યું

Team Chabuk- Gujarat Desk: ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો હતો. સાથે જ તેમણે રાજયમા ૪૫ વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલા અને પહેલી મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે શરૂ થનારા રસીકરણ અભિયાનમાં વધુમાં વધુ લોકો રસી લે તેવો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના થયો હોય અને દર્દી સ્ટેબલ હોય તો તેઓને પણ ડૉકટરની સલાહ મુજબ રસી લેવા અપીલ કરી હતી.

દેશના નાગરિકોને કોરોનાના સંક્રમણથી બચાવવા દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.

કોરોનાની રસી લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પ્રવર્તમાન સંજોગોમા બીજુ સંક્રમણ વધુ વ્યાપક છે અને સંક્રમણ ઝડપથી પ્રસરે છે ત્યારે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થશે એટલે 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકો અને જે લોકોને કોરોના થઈ ગયો હોય તેઓ એ પણ ડૉકટરની સલાહ મુજબ વેકિસનના બંન્ને ડોઝ લઈ લેવા તેમણે અપીલ કરી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી તા. 1લી મે-2021 થી 18 વર્ષથી ઉપરના યુવાઓને રસી આપવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે તે મુજબ ગુજરાત સરકારે પણ આ અંગે આગોતરૂ આયોજન કરીને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે એટલે યુવાઓ પણ વેકિસન લઈ લે એ અત્યંત જરૂરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેક્સિન લેતાં પહેલાં સામાન્ય નાગરિકની જેમ જ રસીકરણ કેન્દ્ર પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મુખ્યમંત્રી પોતાના કાફલા સાથે રસીકરણ કેન્દ્ર પર પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ રસીકરણ કેન્દ્રની અંદર જઈને આધારકાર્ડ આપી પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટ્રેશન બાદ તેમને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો.

કોરોના મહામારી સામે લડવા માટે વેક્સિન, માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટંસિંગ મહત્વના હથિયાર છે. જે લોકોને હજુ સુધી વેક્સિન નથી મળી તે લોકોએ માસ્કનો ઉપયોગ કરવો, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટંસ રાખવું જ હિતાવહ છે. વેક્સિન લીધા બાદ પણ લોકોએ આ કાળજી રાખવી પડશે તેવો નિષ્ણાતોનો મત છે. હાલ રાજ્યમાં વધુને વધુ લોકો કોરોનાની વેક્સિન લઈ શકે તેવું આયોજન કરાયું છે.

મંગળવારે એક દિવસમાં રાજ્યમાં કુલ દોઢ લાખથી વધુ લોકોને વેક્સિનનો ડોઝ અપાયો હતો. મંગળવારે કુલ 1 લાખ 51 હજાર 390 લોકોનું રસીકરણ કરાયું હતું. એક દિવસમાં સૌથી વધુ વેક્સિન અમદાવાદમાં લોકોને અપાઈ હતી. અમદાવાદમાં 14 હજાર 414 લોકોનું રસિકરણ થયું હતું.

20 એપ્રિલ 2021 સુધીમાં કુલ 90 લાખ 34 હજાર 309 વ્યક્તિઓને રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે અને 15 લાખ 56 હજાર 285 લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments