Homeગુર્જર નગરીહે રામ! જૂનાગઢમાં વૃદ્ધનું સ્ટ્રેચર પર જ મોત થઈ ગયું પણ કોઈએ...

હે રામ! જૂનાગઢમાં વૃદ્ધનું સ્ટ્રેચર પર જ મોત થઈ ગયું પણ કોઈએ ભાવ ન પૂછ્યો

Team Chabuk-Gujarat Desk: કોરોનાએ ઘણી પોલ ખોલી નાખી એમાં એક પોલ અંધેર વહિવટની છે. દવાખાનાઓ નિષ્ઠુર અને પાષાણ હ્રદયના થયા હોવાની વાત સપાટી પર આવી છે. અને આ ઘટના બની છે જૂનાગઢ જિલ્લામાં. જૂનાગઢને ઈશ્વરનું ધામ કહેવામાં આવે છે અને અત્યારે ડોક્ટરને ઈશ્વર ગણવામાં આવે છે, પણ જૂનાગઢ સિવિલનો વહિવટ જોતા આ તખલ્લુસ ખોટું ઠેરરવું પડે એવી સ્થિતિ સર્જાય છે.

કોરોનાનો સમય છે અને ધડાધડ દર્દીઓ આવવા લાગ્યા છે. ગઈકાલે બપોરના ત્રણ વાગ્યાનો સમય હતો. દર્દીઓની સંખ્યા વધી પડી હતી. જૂનાગઢ અને વંથલીની વચ્ચે આવેલા શાપુરના એક વૃદ્ધ દર્દીને સિવિલમાં નાજુક તબિયતના કારણે ખસેડવામાં આવ્યા હતા. તેમને સ્ટ્રેચર પર સુવડાવવામાં આવ્યા પણ બાદમાં કોઈએ તેમનો ભાવ ન પૂછ્યો. તેમના મોઢામાંથી લોહી ઉફાણા મારી નીકળી રહ્યું હતું.

કોઈએ કેસ કઢાવવાનું કહ્યું હતું તો કોઈએ ટેસ્ટિંગ કરાવવાનું કહ્યું હતું. જો કે સમય અને નસીબ બંને આ વૃદ્ધ દર્દીની સાથે ન હતા. ટેસ્ટિંગ કરાવવાનું કહેવામાં આવ્યું ત્યારે ટેસ્ટિંગ કિટ ખૂટી પડી હતી. બાદમાં અણધડ વહિવટનાં પરિણામે દર્દીનું સ્ટ્રેચર પર જ મોત થઈ ગયું હતું.

મોત થયા બાદ મૃતક વૃદ્ધનાં પરિવારજનોએ સિવિલમાં હોબાળો પણ મચાવ્યો હતો. પૌત્રના જણાવ્યા અનુસાર, તેમને ઓક્સિજનની જરૂર હતી પણ ઓક્સિજન ન મળતા અને સ્ટાફ દ્વારા ધ્યાન આપવામાં ન આવતા તેમનું મોત થયું છે. આ સિવાય દર્દીઓને સ્ટ્રેચર ન મળવાની પણ રાવ ઉપડી હતી.

નેતાઓ પર આક્ષેપ

આ મુદ્દે નેતાઓ પર પણ આક્ષેપ થયો છે. કહેવાતા મોટા નેતાઓ હોસ્પિટલે ફરકતા નથી અને ફરકે પણ છે તો ફોટો પડાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી પ્રસિદ્ધિ મેળવી, કામ કર્યાનો દેખાડો જતાવી ચાલતી પકડે છે. મહામારીના અણીના સમયે તેમની ગેરહાજરીને કારણે જનતા રોષે ભરાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments